આઈપીએલમાં ઘાતક બોલિંગ કરનાર આ ખેલાડીને મળી શકે છે ટીમ ઇન્ડિયામાં સ્થાન…

આઇપીએલ 2021 માં ઘણા બધા ઝડપી બોલરોએ સારું પ્રદર્શન કરી સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. તેમાં જો યુવા ઝડપી બોલરની વાત કરવામાં આવે તો ઉમરાન મલિકનું નામ સૌથી પહેલા આવે છે. તેણે આ વર્ષે 150 કિલોમીટરની ઝડપે બોલિંગ કરી સૌ કોઈને હેરાન કરી દીધા છે.

દિલ્હી કેપિટલ્સના ઝડપી બોલર આવેશ ખાને પણ જબરદસ્ત બોલિંગ કરી છે. તેને આઈપીએલ 2021 માં અત્યાર સુધી 23 વિકેટ પોતાના નામે કરી છે અને બીસીસીઆઈએ તેને આઇપીએલ બાદ પણ યુએઈમાં જ રહેવાનો આદેશ આપ્યો છે. તેની પસંદગી ટી-20 વર્લ્ડકપમાં નેટબોલ તરીકે કરવામાં આવી છે.

આ સિવાય રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ઝડપી બોલર હર્ષલ પટેલે પણ જબરદસ્ત બોલિંગ કરી છે. તેણે આઈપીએલના ઈતિહાસમાં એક સિઝનમાં સૌથી વધારે વિકેટ લેવાના રેકોર્ડની બરાબરી કરી છે. 2013માં ચેન્નઈ તરફથી રમતા બ્રાવોએ 32 વિકેટ પોતાના નામે કરી હતી. ત્યારબાદ આઈપીએલ 2021 આ કારનામું હર્ષલ પટેલે કરી બતાવ્યું છે.

હર્ષદ પટેલના આ શાનદાર પ્રદર્શનને જોતાં લાગી રહ્યું છે કે તે ટૂંક સમયમાં ભારત માટે રમી શકે છે. આગામી ટી-20 વર્લ્ડકપ માટે પણ તેની પસંદગી કરવામાં આવી શકે છે. આઈપીએલની ચાલુ સિઝનમાં તેણે 32 વિકેટ પોતાના નામે કરી છે. આઈપીએલ 2021 માં વિકેટ લેવાની યાદીમાં કોઇ તેની આસપાસ પણ નથી.

તમને જણાવી દઈએ કે આઈપીએલ 2021 માં ભુવનેશ્વર કુમારનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. તેણે 11 મેચમાં માત્ર 6 વિકેટ પોતાના નામે કરી હતી. તેણે જોતા લાગી રહ્યું છે કે તેના સ્થાને હર્ષલ પટેલની પસંદગી કરવામાં આવી શકે છે. કારણ કે હર્ષલ પટેલનું ફોર્મ હાલ ખૂબ જ જબરદસ્ત ચાલી રહ્યું છે.

આઈપીએલ 2021 માં વિકેટ લેવાની યાદીમાં હર્ષલ પટેલ એટલો આગળ નીકળી ગયો છે કે તેના સુધી પહોંચવુ અશક્ય લાગી રહ્યું છે. આઈપીએલ 2021માં તેના નામે હેટ્રિક પણ છે. તેણે મુંબઇ ઇન્ડિયન્સ સામેની મેચમાં 5 વિકેટ પોતાના નામે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *