આ ખેલાડીએ ઘૂંટણિયે બેસવાની ચોખ્ખી ના પાડતા ટીમમાંથી કરી દેવાયો બહાર…
ટી 20 વર્લ્ડ કપ 2021 24 ઓક્ટોબરના રોજ ભારતે પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમી હતી. જેમાં પાકિસ્તાને ભારતને દસ વિકેટે કારમી માત આપી આઇસીસી ટી 20 વર્લ્ડ કપમાં પહેલી વખત ભારત સામે જીત મેળવી છે. હવે ભારત પોતાની આગામી મેચ 31 સપ્ટેમ્બરના રોજ ન્યૂઝીલેન્ડ સામે રમશે.
ભારત અને પાકિસ્તાન બંને ટીમોએ આ મેચની શરૂઆત થાય તે પહેલા એક ખાસ સંદેશ પાઠવ્યો હતો. ટોસ બાદ ભારત અને પાકિસ્તાનના તમામ ખેલાડીઓ મેદાન પર હાજર રહ્યા હતા. મેચ શરૂ થાય તે પહેલા ભારતીય ટીમના તમામ ખેલાડીઓ એક ઘૂંટણ પર બેઠા હતા.
તે જ સમયે, પાકિસ્તાનના ખેલાડીઓ આદર સાથે તેમના હૃદય પર હાથ રાખીને ઉભા રહ્યા હતા. બંને ટીમોએ બ્લેક લાઇવ્સ મેટરનો સંદેશ પાઠવવા માટે આવું કામ કર્યું હતું. આ રીતે બંને ટીમોએ દુનિયાભરમાં ચાલી રહેલા જાતિવાદના ખેલાડીઓને એકતાનો સંદેશ પાઠવ્યો હતો.
સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝની મેચ ની વાત કરીએ તો સાઉથ આફ્રિકાના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન ક્વિન્ટોન ડી કોકે આ મેચ માંથી પોતાનું નામ પરત ખેંચી લીધું હતું કારણ કે તે આ બ્લેક લાઇવ્સ મેટરનો સંદેશ પાઠવવા ઘૂંટણિયે બેસવા માટે તૈયાર ન હતો. આ કારણે તે વેસ્ટ ઇન્ડીઝ સામેની મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ નહોતો રહ્યો.
સોમવારે એટલે કે 25 ઓક્ટોબરના રોજ ક્રિકેટ સાઉથ આફ્રિકાએ એક નિર્દેશ જાહેર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, ટી 20 વર્લ્ડકપની બાકી રહેલી તમામ મેચોમાં તમામ ખેલાડીઓએ બ્લેક લાઇવ્સ મેટર મૂવમેન્ટના સપોર્ટમાં ઘૂંટણિયે બેસવું પડશે અથવા તો સાવધાન ઉભા રહી બ્લેક લાઇવ્સ મેટર મૂવમેન્ટને સપોર્ટ કરવો પડશે.
બોર્ડે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ટીમે નસ્લવાદ સામે એકજૂટ થવું પડશે અને સતત સ્ટેન્ડ લેતા નજર આવવું અનિવાર્ય છે. તેમાં પણ સાઉથ આફ્રિકાના ઇતિહાસને જોતા ખાસ આ કામ કરવું પડશે.