શુભમન ગિલની પહેલા આ ખેલાડીને ટીમમાંથી કરવો જોઈએ બહાર, સતત બની રહ્યો છે માથાનો દુખાવો…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં પાંચ મેચોની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. હૈદરાબાદ ખાતે રમાઈ રહેલ આ પ્રથમ મેચનો પ્રથમ દિવસ ગઈકાલે પૂર્ણ થયો હતો અને આજે બીજા દિવસની શરૂઆત થઈ હતી. ભારતીય ટીમ બીજા દિવસે પણ ઇંગ્લેન્ડ પર ભારી પડી હોય તેવું કહી શકાય છે. આ ઉપરાંત હાલમાં ખેલાડીઓને બહાર કરવા વિશે એક ફરી એક વખત વિવાદ સામે આવ્યો છે.

પ્રથમ મેચની ટૂંકમાં ચર્ચા કરીએ તો ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરીને 246 રન બનાવ્યા હતા. હાલમાં ભારતીય ટીમ 5વિકેટે 310 રન પર બેટિંગ કરી રહી છે. ભારતીય ટીમ પાસે હાલમાં ઘણી લીડ છે. આ મેચમાં યશસ્વી અને રાહુલ જેવા ઘણા ખેલાડીઓ રહ્યા છે પરંતુ ઘણા ખેલાડીઓ ખરાબ ફોર્મના કારણે માથાનો દુખાવો બન્યા છે. ગીલ પણ નિષ્ફળ રહ્યો હતો પરંતુ હાલમાં ગિલની પહેલા આ ખેલાડીને બહાર કરવાની માંગ થઈ છે.

તાજેતરમાં ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીને હંમેશા માટે બહાર કરવાની માંગ થઈ છે. છેલ્લા ઘણા સમયથી તે એક પણ મોટી રમત બતાવી શક્યો નથી. બીજી તરફ તેના કારણે મીડલ ઓર્ડરના બેટ્સમેનોને ઘણું નુકસાન સહન કરવું પડ્યું છે. તેઓ પણ વિકેટ ગુમાવી રહ્યા છે. જેથી હવે આ ખેલાડીને બહાર કરવાનું કહેવામાં આવ્યું છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં ભારતીય સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયરને બહાર કરવાની માંગ થઈ છે. હાલમાં તેણે 63 બોલમાં માત્ર 35 રન બનાવ્યા હતા. તે ખૂબ જ ખરાબ શોટ રમીને આઉટ થયો છે. રાહુલનો સાથ આપીને તે મોટી રમત રમવા ઇચ્છતો હતો પરંતુ ફરી એક વખત નિષ્ફળ સાબિત થયો છે. જેના કારણે રાહુલને પણ ઘણું નુકસાન થયું હતું. વર્લ્ડ કપમાં પણ તે કંઈ ખાસ કરી શક્યો નહોતો.

શ્રેયસની નિષ્ફળતાના કારણે હવે તેનું સ્થાન ખતરામાં આવ્યું હોય તેવું કહી શકાય છે. ભારતીય ટીમ પાસે હાલમાં સરફરાઝ જેવા ઘણા ખેલાડીઓ દાવેદાર છે. આવી સ્થિતિમાં હવે આગામી મેચોમાંથી તેઓનું પત્તું કપાઈ શકે છે. હાલમાં સમગ્ર બાબત સામે આવી છે. પાંચ મેચોની આ સિરીઝ દરેક યુવા ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *