આ ખેલાડી એ કામ કરી રહ્યો છે જેની આશા આપણને હાર્દિક પંડ્યાપાસેથી હતી, જાણો કોણે કહ્યું આવું…

ભારતીય ટીમ હાલ ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં સાઉથ આફ્રિકાનો સામનો કરી રહી છે. આ સિરીઝની વાત કરીએ તો પ્રથમ ટેસ્ટ મેચ ભારતીય ટીમે જીતીને 1-0 થી લીડ મેળવી લીધી હતી. પરંતુ બીજી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતને જબરદસ્ત ટક્કર આપીને મેચ જીતી લીધી હતી. જેના કારણે હવે આ સિરીઝ 1-1 થી બરાબર થઇ ગઇ છે.

આ સિરીઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ કેપટાઉનમાં 11 તારીખ થી શરૂ થશે. અંતિમ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં ઘણા બધા ફેરફારો જોવા મળી શકે છે. તમને જણાવી દઇએ કે બીજી ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલાં જ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ઇજાગ્રસ્ત થયો હતો. તેથી બીજી ટેસ્ટ મેચમાં કેપ્ટનની જવાબદારી રાહુલે સોંપવામાં આવી હતી.

તમને જણાવી દઇએ કે અત્યાર સુધીમાં ભારતીય ટીમ એક પણ ટેસ્ટ સીરીઝ આફ્રિકાની ધરતી પર જીતી શકી નથી. તેથી ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટ મેચ જીતીને ઇતિહાસ રચવામાં માગશે. ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. ઓલરાઉન્ડર ખેલાડી શાર્દુલ ઠાકુરે બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં સાત વિકેટ મેળવી હતી.

શાર્દુલ ઠાકુરે થોડાક જ સમયમાં એક અલગ ઓળખ બનાવી લીધી છે. તેણે ટીમ ઇન્ડીયામાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. જેથી હાર્દિક પંડ્યા ફેન્સ ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. જાણીતા કોમેન્ટેટર અને પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડા કહ્યું કે શાર્દુલ ઠાકુર એ ઓલરાઉન્ડર ની ભૂમિકાને પૂરી કરી રહ્યો છે. જે હાર્દિક પંડ્યા પાસે ભારતીય ટીમ અપેક્ષા રાખતી હતી.

શાર્દુલ ઠાકુર આફ્રિકા સામે રમાયેલી મેચમાં ભારતીય ટીમનો સ્ટેન્ડઆઉટ ખેલાડી રહ્યો. તેણે પ્રથમ ઇનિંગમાં સાત વિકેટ મેળવી હતી અને બીજી ઇનિંગમાં બેટે 28 રન બનાવીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આકાશ ચોપડાએ તેની યુ ટ્યુબ ચેનલમાં કહ્યું કે જો હું સાચું કહું તો પહેલા એક શાનદાર ઓલરાઉન્ડરની અછત હતી પરંતુ હવે એવું નથી.

આકાશ ચોપડાએ વધુમાં કહ્યું કે તેમાં કોઇ શંકાને સ્થાન નથી શાર્દુલ ઠાકુર અને હાર્દિક પંડ્યાની બેટિંગ વચ્ચે કોઇ તુલના નથી. હાર્દિકની બેટિંગ શાર્દુલની બેટિંગ કરતાં ઘણી ઉપર છે. પરંતુ શાર્દુલમાં પ્રતિબદ્ધતા છે. તે રન બનાવી રહ્યો છે અને શાર્દુલ ઠાકુરની બોલીંગ હાર્દિકની તુલનામાં ઘણી સારી છે. હાર્દિક પંડ્યા છેલ્લા ઘણા સમયથી ફ્લોપ સાબિત થઇ રહ્યો હતો. તેથી તે ટીમ ઇન્ડિયામાંથી બહાર થઇ ગયો છે અને હવે ટીમ ઇન્ડિયામાં તેનું સ્થાન શાર્દુલ ઠાકુર લઇ લીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *