ટીમ ઇન્ડિયા માટે બોજ બન્યો આ ખેલાડી, હવે નહીં મળે ટીમમાં સ્થાન…
ટી 20 વર્લ્ડકપ 2021 માં 24 ઓકટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં ભારતના અમુક ખેલાડીઓનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. આ ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વરુણ ચક્રવર્તી અને ભુવનેશ્વર કુમારનો સમાવેશ થાય છે.
ભારત પાકિસ્તાન સામે પહેલી વાર ટી 20 વર્લ્ડકપમાં હાર્યું છે. પાકિસ્તાન સામેની કામરી હાર બાદ હવે ટીમ ઇન્ડિયા માટે સેમિફાઇનલનો રસ્તો મુશ્કેલ બની ગયો છે કારણ કે ભારતને આગામી મેચ 31 ઓક્ટોબરના રોજ ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે. તમને જણાવી દઇએ કે ન્યૂઝીલેન્ડની ટીમમાં પણ ઉચ્ચ સ્તરીય ખેલાડીઓ છે.
ભારત અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ સામે ક્યારેય પણ ટી 20 વર્લ્ડકપ જીત્યું નથી. તેથી ભારતીય ટીમ પર પાકિસ્તાન સામે હરવાનું ઉપરાંત મેચ જીતવાનું અલગ પ્રેશર રહેશે કારણ કે જો આ મેચમાં ભારતીય ટીમ હારી જશે તો સેમીફાઇનલની રેસમાંથી બહાર થઇ શકે છે.
ભારતીય ટીમ માટે આ મેચ જીતી ખૂબ જ જરૂરી છે. તેથી ટીમ કોઇ પણ પ્રકારનો ચાન્સ લેશે નહીં. સેમીફાઇનલની રેસમાં બની રહેવા માટે ભારતીય ટીમે હર હાલમાં આ મેચ જીતવી પડશે. ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતીય ટીમમાં ઘણા બધા બદલાવ જોવા મળી શકે છે.
સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમ માટે બોજ બની ગયો છે. સૂર્યકુમાર યાદવને ટી 20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીએ નંબર 4નું સ્થાન આપ્યું છે. પરંતુ તે ફ્લોપ સાબિત થઇ રહ્યો છે. તેથી ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં તેના સ્થાને ઇશાન કિશનને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
તમને જણાવી દઇએ કે, ઇશાન કિશનને પ્રેક્ટિસ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ઇંગ્લેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં અણનમ 70 રન બનાવ્યા હતા. આ ઉપરાંત આઇપીએલ 2021ની છેલ્લી બે મેચોમાં પણ તેણે શાનદાર પ્રદર્શન કરી બતાવ્યું હતું. તેને જોતાં લાગી રહ્યું છે કે સૂર્યકુમાર યાદવના સ્થાને ઇશાન કિશનને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.