ટીમ ઇન્ડિયા માટે બોજ બન્યો આ ખેલાડી, હવે નહીં મળે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન…
ન્યૂઝીલેન્ડને ઘરેલુ સિરીઝમાં હરાવ્યા બાદ હવે ભારતીય ટીમ 16 ડિસેમ્બરે સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ઉડાન ભરશે. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝની શરૂઆત 26 ડિસેમ્બરથી થશે. સાઉથ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચ રમશે. ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ગઇ છે અને હવે વન-ડે સીરીઝ માટે ટૂંક સમયમાં જાહેરાત થશે. ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓ આ સીરીઝમાં બહાર થઇ શકે છે.
ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓએ સારું પ્રદર્શન કરીને અન્ય ખેલાડીઓના પત્તા કાપી નાખ્યા છે. તમને જણાવી દઇએ કે, સાઉથ આફ્રિકા પ્રવાસે આ ખેલાડી ટીમ ઇન્ડિયા માટે બોજ બની શકે છે. તેને પ્લેઇંગ ઇલેવનમાં તક મળવી મુશ્કેલ લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી તેનું બેટ ચાલી રહ્યું નથી. તેના કારણે ટીમ પણ મુશ્કેલીમાં મુકાઇ છે.
છેલ્લા ઘણા સમયથી નિષ્ફળ રહેવાને કારણે અજિંકય રહાણેને સાઉથ આફ્રિકા સામેના પ્રવાસમાં પ્લેઇંગ ઇલેવનમાં તક મળવી મુશ્કેલ છે. અજિંક્ય રહાણેએ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં સદી ફટકાર્યા બાદ ફક્ત બે જ અડધી સદી ફટકારી છે. 2021 માં 12 ટેસ્ટ મેચમાં તેની એવરેજ 19.57 રનની છે. તેથી સાઉથ આફ્રિકા પ્રવાસે તેને ટીમમાં સ્થાન મળવું મુશ્કેલ લાગી રહ્યું છે.
અજિંક્ય રહાણેની ટેસ્ટ મેચમાં વાઇસ કેપ્ટનશીપ પણ છીનવાઇ ગઇ છે. બેટિંગ કોચ સંજય બાંગરે રહાણેને ટીમમાં સમાવેશ કરવાનું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે સાઉથ આફ્રિકા પ્રવાસ માટે અનુભવી ખેલાડીની જરૂર પડશે. છેલ્લા ઘણા સમયથી તેને તક આપવામાં આવતી હતી. પરંતુ તેના ખરાબ ફોર્મના કારણે તે રન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો.
અજિંક્ય રહાણે ટીમ ઇન્ડિયાના સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક છે. 2011માં તેણે ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યું હતું. આજ સુધીમાં તેણે 90 વન-ડે અને 20 ટી-20 મેચો રમી છે. અજિંક્ય રહાણે ભારતીય ટીમ માટે દરેક ફોર્મેટમાં રમનાર ખેલાડી હતો. પરંતુ હાલમાં તેને ખરાબ પ્રદર્શનના કારણે તક આપવામાં આવતી નથી. 2016 પછી તે એક પણ ટી 20 મેચ રમ્યો નથી અને 2018 પછી એક પણ વન-ડે મેચ રમ્યો નથી.
તાજેતરમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાં અને ઇંગ્લેન્ડના પ્રવાસમાં તે ફ્લોપ સાબિત થયો હતો. ત્યાર પછી તેને ટીમમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. સાઉથ આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટ સીરીઝમાં રહાણેને સ્થાન મળવું મુશ્કેલ છે કેમકે ઘણા યુવા ખેલાડીઓ તેના સ્થાને સારું પ્રદર્શન કરી રહ્યા છે.