આ દિગ્ગજ ખેલાડી રોહિત શર્મા માટે બન્યો માથાનો દુ:ખાવો, હવે નહીં મળે ટીમ ઇન્ડિયામાં સ્થાન…

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે હાલમાં કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમાઇ રહી છે. જેમાં ભારતીય ટીમે પ્રથમ બંને મેચમાં જબરદસ્ત વિજય મેળવીને 2-0ની સરસાઇ મેળવી લીધી છે. બીજી ટી-20 મેચમાં વિજય મળતાની સાથે જ સમગ્ર સિરીઝ પણ જીતી લીધી છે. 20 ફેબ્રુઆરીના રોજ ત્રીજી ટી-20 મેચ રમાવાની છે.

ભારતીય ટીમમાં દર વર્ષે ડોમેસ્ટિક ક્રિકેટમાંથી ઘણા ખેલાડીઓ પ્રવેશ મેળવતા હોય છે. આ ઉપરાંત ખરાબ ફોર્મના કારણે ઘણા ખેલાડીઓ ટીમમાંથી બહાર પણ થતા હોય છે. વિરાટ કોહલી બાદ નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. તે કેપ્ટન બન્યા બાદ ઘણા યુવા ખેલાડીઓને તક આપી રહ્યો છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ બંને ટી-20 મેચ દરમિયાન આ ખેલાડીનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. આ ખેલાડી ટીમ ઇન્ડિયા માટે માથાનો દુખાવો બની ગયો છે. તે પોતાના ખરાબ ફોર્મના કારણે ભારતીય ટીમ પર બોજ બની રહ્યો છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા તેને બહારનો રસ્તો બતાવી શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ બંને ટી-20 મેચ દરમિયાન રોહિત શર્માની સાથે ઓપનિંગ ખેલાડી તરીકે ઇશાન કિશનને તક આપવામાં આવી હતી. આ ખેલાડી રોહિત શર્માનો ફેવરિટ ખેલાડી છે. પરંતુ તે તકનો લાભ ઉઠાવી શક્યો નહીં અને બંને મેચમાં તેનું પ્રદર્શન ખરાબ જોવા મળ્યું હતું. આવી સ્થિતિમાં તે ટીમ ઇન્ડિયામાંથી બહાર થઇ શકે છે.

ઇશાન કિશન તાજેતરમાં ખૂબ જ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતી વખતે બંને મેચમાં તે ફ્લોપ રહ્યો હતો. પ્રથમ ટી-20 મેચમાં તેણે 41 બોલમાં 35 રન બનાવ્યા હતા અને બીજી ટી-20 મેચમાં તેણે 10 બોલમાં માત્ર 2 રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયાને આ ખેલાડી પાસે મોટી ઇનિંગની આશા હતી પરંતુ તે રન બનાવી શક્યો નહીં.

ઇશાન કિશન તાજેતરમાં ટીમ ઇન્ડિયા માટે માથાનો દુખાવો બની ગયો છે. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્મા તેને બહાર કરી શકે છે અને યુવા ખેલાડી ઋતુરાજ ગાયકવાડને ટીમ ઇન્ડિયામાં સામેલ કરી શકે છે. ઋતુરાજ ગાયકવાડ પણ મોટી ઇનિંગ્સ રમવાની ક્ષમતા ધરાવે છે અને તે હાલમાં ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *