ભારતના આ ખેલાડી પાસે હશે છેલ્લી તક, જો ચૂક્યો તો આખા ટુર્નામેન્ટમાંથી થશે બહાર…

ટી 20 વર્લ્ડકપ 2021 ની શરૂઆત ધમાકેદાર થઇ ગઇ છે. ભારત પોતાની પહેલી મેચ 24 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામે દુબઇમાં રમશે. તે પહેલા ભારત બે પ્રેક્ટિસ મેચ રમશે. ભારતે પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ઇંગ્લેન્ડના સાત વિકેટે હરાવ્યું હતું અને આજે ભારત ઓસ્ટ્રેલિયા સામે બીજી પ્રેક્ટિસ મેચમાં ટકરાશે.

ઇંગ્લેન્ડ સામેની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ભારતના કેટલાક ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી પ્લેઇંગ ઇલેવન માટે મજબૂત દાવો રજૂ કર્યો હતો. આ મેચ બાદ ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ટીમ કોમ્બિનેશનને લઇ અટવાયેલો છે. એવામાં આજે બીજી પ્રેક્ટિસ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે.

ઓસ્ટ્રેલિયા સામેની બીજી પ્રેક્ટિસ મેચ બાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની મુશ્કેલી વધી જશે કારણ કે ભારતના ઘણા બધા ખેલાડીઓએ સારું પ્રદર્શન કરી પ્લેઇંગ ઇલેવન માટે મજબૂત દાવો રજૂ કર્યો છે. તો કેટલાક ખેલાડીઓ એવા પણ છે જેનું કાર્ડ વર્લ્ડકપમાંથી કપાઇ શકે છે.

ટીમ ઈન્ડિયાના સૌથી અનુભવી બોલર ભુવનેશ્વર કુમારની મુશ્કેલીમાં વધારો થયો છે. ભુવી તેની જૂની લયમાં ચાલી રહ્યો નથી. ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં બ્રિટીશરોએ તેને જબરદસ્ત ધોયો હતો. ભુવનેશ્વર કુમારે તેની ચાર ઓવરમાં 54 રન આપ્યા હતા. આ દરમિયાન તેને એક પણ વિકેટ નહોતી મળી.

તમને જણાવી દઇએ કે, ભુવનેશ્વર કુમારે આઇપીએલ 2021 માં પણ કંઇ ખાસ પ્રદર્શન નહોતું કર્યું પરંતુ તેના અનુભવના આધારે તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. પરંતુ હવે ભુવનેશ્વર કુમારના આ ખરાબ પ્રદર્શનને જોતાં લાગી રહ્યું છે કે તે પાકિસ્તાન સામેની મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન બનાવી શકશે નહીં.

ઓસ્ટ્રેલિયા સામે આજે પ્રેક્ટિસ મેચ રમાવાની છે. તેમાં પણ જો ભુવનેશ્વર કુમારનું પ્રદર્શન સાધારણ રહેશે તો આખા ટુર્નામેન્ટમાંથી તેનું પત્તું કપાઇ શકે છે. ભુવનેશ્વર કુમારના સ્થાને શાર્દુલ ઠાકુરને ટીમમાં સ્થાન આપવામાં આવી શકે છે. શાર્દુલ ઠાકુરનું પ્રદર્શન છેલ્લા ઘણા સમયથી સારું જોવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *