રાહુલ કેપ્ટન બનતા રોહિતનો આ ફેવરિટ ખેલાડી ટીમ ઇન્ડિયામાંથી થયો બહાર…
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ પૂર્ણ થયા બાદ હાલમાં જ ત્રણ મેચની વનડે સિરીઝની પ્રથમ મેચ પાર્લમાં રમાઇ હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને આ સિઝનમાં ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.
વિરાટ કોહલી બાદ ભારતના નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ હાલમાં તેની ગેરહાજરી હોવાને કારણે આફ્રિકા સામેની વનડે સિરીઝમાં કેએલ રાહુલને કેપ્ટન અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રાહુલ પ્રથમ વખત વનડે ટીમનું નેતૃત્વ કર્યું હતું.
આફ્રિકા સામેની વનડે સિરીઝમાં રાહુલે ટીમમાં ઘણાં ફેરફારો કર્યા હતા. રાહુલે એક દમદાર બેટ્સમેનને ટીમમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો. આ ખેલાડી રોહિત શર્માનો ફેવરિટ ખેલાડી માનવામાં આવે છે. રોહિતની ગેરહાજરીમાં રાહુલને કેપ્ટન બનાવ્યો હતો. પરંતુ રાહુલે તેના ફેવરીટ ખેલાડીને ટીમમાંથી બહાર કાઢ્યો છે. તો ચાલો જાણીએ તે ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે કેપ્ટન કેએલ રાહુલે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ વનડે મેચમાં સૂર્યકુમાર યાદવને બહારનો રસ્તો બતાવ્યો હતો અને તેના સ્થાને શ્રેયસ ઐયરને ટીમમાં સામેલ કર્યો હતો. આ ખેલાડી ખૂબ જ ખતરનાક ફોર્મમાં હતો. તેની લાંબી સિક્સર મારવાની કળાથી દરેક વ્યક્તિ વાકેફ છે. આવી સ્થિતિમાં તેને બહાર કાઢવા પર સવાલો ઉઠી રહ્યા છે.
સૂર્ય કુમાર યાદવ આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમે છે. જેની કેપ્ટનશીપ રોહિત શર્મા કરે છે. આ ખેલાડી પોતાની લયમાં આવ્યા બાદ રનનો ઢગલો કરે છે. સૂર્યકુમાર યાદવે ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં પણ ઘણા રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં આ ખેલાડીને સાઉથ આફ્રિકા સામેની પ્રથમ વનડે મેચમાં બહાર કાઢી શકાય નહીં.
સૂર્યકુમાર યાદવે ભારત માટે ત્રણ વનડેમાં 124 રન અને 11 ટી-20 મેચમાં 244 રન બનાવ્યા છે. આ ખેલાડીએ ગયા વર્ષે વનડે અને ટી 20માં ડેબ્યૂ કર્યું હતું. આફ્રિકા સામેની પ્રથમ વનડે મેચમાં કેપ્ટન રાહુલે તેના સ્થાને શ્રેયસ ઐયરને નંબર ચાર પર બેટિંગ કરવા માટે ઉતાર્યો હતો. રોહિત શર્માના આ ફેવરિટ ખેલાડીને રાહુલે પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખ્યો હતો.