ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળતા ફાટી નીકળ્યો આ ઘાતક ખેલાડીનો ગુસ્સો, તેવડી સદી ફટકારી મચાવી તબાહી…

તમિલનાડુ ટીમના વિકેટકીપર બેટ્સમેન નારાયણ જગદીસનને આ વખતે આઈપીએલ 2024 રમવાની તક મળી નથી, જેના કારણે તે રણજી ટ્રોફીમાં પોતાનો ગુસ્સો કાઢી રહ્યો છે. નારાયણ જગદીશને શનિવારે રણજી ટ્રોફીની ગ્રુપ સીની મેચમાં ચંદીગઢ સામે ત્રેવડી સદી ફટકારી અને 321 રન બનાવ્યા.

નારાયણ જગદીશને પોતાની ઇનિંગમાં 23 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. IPL 2024માં નારાયણ જગદીશન જેવા બેટ્સમેનને તક ન મળવી મોટી ખોટ સાબિત થઈ શકે છે.

નારાયણ જગદીસનને IPL 2024ની હરાજી પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. આ પછી ડિસેમ્બર 2023માં યોજાયેલી IPL હરાજી માટે શોર્ટલિસ્ટ કરાયેલા ખેલાડીઓની યાદીમાં પણ નારાયણ જગદીશનનું નામ સામેલ નહોતું.

IPLમાંથી આઉટ થયા બાદ હવે આ ખેલાડીએ રણજી ટ્રોફીમાં તોફાન મચાવ્યું છે. લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ્સ રમવાનો વર્લ્ડ રેકોર્ડ પણ નારાયણ જગદીશનના નામે છે.

21 નવેમ્બર 2022 ના રોજ, નારાયણ જગદીશને અરુણાચલ પ્રદેશ સામે વિજય હજારે ટ્રોફીમાં લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવ્યો. તમિલનાડુના આ બેટ્સમેને 277 રનની ઇનિંગ રમી હતી. નારાયણ જગદીશને પોતાની ઇનિંગમાં 25 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા હતા. ચંદીગઢ સામેની રણજી ટ્રોફી ગ્રુપ સી મેચના બીજા દિવસે શનિવારે તમિલનાડુએ નારાયણ જગદીસનની ત્રેવડી સદીના આધારે ચાર વિકેટે 610 રનના વિશાળ સ્કોર પર પોતાનો પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *