ટીમ ઇન્ડિયાનો આ ઘાતક ખેલાડી થયો ઇજાગ્રસ્ત, ટેસ્ટ સિરીઝમાંથી બહાર થવાનો ખતરો…

તાજેતરમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. આ ટેસ્ટ સીરીઝમાં પ્રથમ ટેસ્ટમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચની શરૂઆત 26 ડિસેમ્બરના રોજ બપોરે 1:30 વાગ્યે સેન્ચુરિયન ખાતે થઈ હતી. ઘણા અનુભવી ખેલાડીઓને આ મેચમાં સ્થાન આપવામાં આવ્યું છે.

પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય બેટ્સમેનોએ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ બીજા દિવસે ધોધમાર વરસાદનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર પછીના ત્રીજા દિવસે ભારતીય ટીમના તમામ ખેલાડીઓ પોતાને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા. પ્રથમ દિવસને જોતાં એવું લાગતું હતું કે ભારતીય ટીમનો સ્કોર 400 રન થશે પરંતુ 327 રનમાં ભારતીય ટીમ ઓલ આઉટ થઇ હતી.

પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે કેએલ રાહુલ અને અજિંક્ય રહાણે પછીના તમામ બેટ્સમેનો ખૂબ ઓછા રને આઉટ થયા હતા. ત્યારબાદ આફ્રિકા ટીમની બેટિંગ શરૂ થઇ હતી. ભારતીય ટીમના બોલરો શરૂઆતમાં જ બે વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. પરંતુ ચાલુ મેચે ટીમ ઇન્ડિયાનો આ ઘાતક ખેલાડી ઇજાગ્રસ્ત થયો છે.

દક્ષિણ આફ્રિકાની બેટિંગ દરમિયાન ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ઇજાગ્રસ્ત થયો છે. જ્યારે જસપ્રીત બુમરાહે 11મી ઓવરમાં 5મો બોલ ફેંકયો ત્યારે તેની પગની ઘૂંટણીએ ઇજા પહોંચી હતી. જસપ્રીત બુમરાહ દર્દથી રડવા લાગ્યો અને જમીન પર ગબડી પડ્યો. ઇજા ખૂબ ગંભીર હોવાને કારણે ટીમના ફિઝિયો નીતિન પટેલ મેદાનમાં આવ્યા હતા.

જસપ્રીત બુમરાહને પગની ઘૂંટણીએ પટ્ટી બાંધવામાં આવી અને મેદાન માંથી બહાર લઇ ગયા હતા. હવે સ્કેન બાદ જ જાણવા મળશે કે ઇજા કેટલી ગંભીર છે. ટીમ ઇન્ડિયાને એવી આશા છે કે તે જલ્દી સાજો થાય. પરંતુ તસવીરો જોતા એવું લાગે છે કે ઇજા ખૂબ જ ગંભીર છે. આવી સ્થિતિમાં તે સિરીઝમાંથી બહાર થઇ શકે છે.

ભારતીય ટીમના 327ના સ્કોર સામે આફ્રિકાની ટીમ બેટિંગ કરવા મેદાને ઉતરી છે. ભારતીય ટીમનો આ બોલર ઇજાને કારણે સિરીઝમાંથી બહાર થશે તો ભારતીય બોલિંગમાં નબળાઇ આવી શકે છે. આ સિરીઝ ભારત માટે જીતવી ખૂબ જરૂરી છે કેમ કે આ પહેલા ભારતે એક પણ સિરીઝ આફ્રિકાની ધરતી પર જીતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *