ટીમ ઇન્ડિયા માટે આ ઘાતક ખેલાડી બન્યો માથાનો દુખાવો, જલ્દી થશે બહાર…

ભારતીય ટીમ હાલ ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં સાઉથ આફ્રિકાનો સામનો કરી રહી છે. સેન્ચુરીયન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે 113 રને જબરદસ્ત વિજય મેળવ્યો હતો. હવે ભારતીય ટીમની નજર બીજી ટેસ્ટ મેચ પર છે. ભારતીય ટીમ આ ટેસ્ટ મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરવા માગશે.

તમને જણાવી દઇએ કે અત્યાર સુધીમાં ભારતીય ટીમ એક પણ ટેસ્ટ સીરીઝ આફ્રિકાની ધરતી ઉપર જીતી શકી નથી. તેથી ભારતીય ટીમ આ ટેસ્ટ સિરીઝ જીતીને ઇતિહાસ રચવા માગશે. ભારતીય ટીમમાં ઘણા બધા એવા ખેલાડીઓ છે જે હાલત ખૂબ જ ખરાબ ચાલી રહ્યા છે. પરંતુ તેના અનુભવના આધારે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

બીજી ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો હતો. વિરાટ કોહલી ઇજાગ્રસ્ત થતા તે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઇ ગયો હતો. તેના સ્થાને કેપ્ટન તરીકે કેએલ રાહુલને પસંદગી કરવામાં આવ્યો હતો અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

વિરાટ કોહલીને ગેરહાજરીમાં ખરાબ ફોર્મમાં ચાલી રહેલા અનુભવી ખેલાડી ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. પરંતુ આ સિવાય પણ એક ખેલાડી ટીમમાં છે કે જે ખૂબ જ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચમાં પણ પોતાનું ખરાબ પ્રદર્શન ચાલુ રાખ્યું છે.

તમને જણાવી દઇએ કે આ ખેલાડીનું નામ રિષભ પંત છે. પંત છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 34 બીજી ઇનિંગમાં માત્ર 8 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં માત્ર 17 રન બનાવીને આઉટ થઇ ગયો હતો અને બીજી ઇનિંગમાં તે શૂન્ય પર આઉટ થઇ જતા ટીમ ઇન્ડિયા માટે તે માથાનો દુખાવો બન્યો છે.

હવે જોવાનું એ રહેશે કે રિષભ પંતના ખરાબ પ્રદર્શન બાદ પણ શું તેને આગામી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયામાં સ્થાન આપવામાં આવશે કે નહીં. તેના સ્થાને રિદ્ધિમાન સાહાને પણ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. રિદ્ધિમાન સાહાએ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં જબરદસ્ત પ્રદર્શન કરી બતાવ્યું હતું અને તે વિકેટકીપિંગમાં પણ મહેર ખેલાડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *