આ વિસ્ફોટક ખેલાડી કાપશે ઇશાન કિશનનું પત્તું, રોહિત શર્મા સાથે પ્રથમ ટી-20માં કરશે ઓપનિંગ…

ભારતીય ટીમે તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં 3-0થી ભવ્ય વિજય મેળવ્યો છે. આ પહેલા પણ ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં પણ 3-0થી જીત મેળવી હતી. આ સિરીઝ બાદ ભારતીય ટીમ શ્રીલંકા સામે 24, 26 અને 24 ફેબ્રુઆરીના રોજ ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમવાની છે. આ ઘરઆંગણે રમાનારી સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત પણ કરી દેવામાં આવી છે.

સૌપ્રથમ ઓપનિંગ ખેલાડીની વાત કરીએ તો ભારતીય કેપ્ટન રોહિત શર્માનું સ્થાન નિશ્ચિત છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝમાં ભારતીય બેટ્સમેન ઇશાન કિશનને રોહિત શર્મા દ્વારા ઓપનિંગ બેટ્સમેન તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ તે સતત નિષ્ફળ રહ્યો હતો. આવી સ્થિતિમાં શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 મેચમાં ઇશાન કિશનનું પત્તું કપાઇ શકે છે.

ઇશાન કિશનના સતત ખરાબ પ્રદર્શનના કારણે શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 મેચમાં રોહિત શર્મા દ્વારા આ ઘાતક ખેલાડીને સામેલ કરવામાં આવી શકે છે. છેલ્લા ઘણા સમયથી આ ખેલાડીને વધારે તકો આપવામાં આવી નથી. પરંતુ આવનારી સિરીઝમાં તેને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે ભારતીય કેપ્ટન રોહિત શર્મા દ્વારા ઋતુરાજ ગાયકવાડને ઓપનિંગ ખેલાડી તરીકે તક આપવામાં આવી શકે છે. આ ખેલાડી હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તે લાંબી સિક્સરો ફટકારવામાં માહેર છે. તેના બેટથી ઘણીવાર સદી ફટકારીને તે વિશ્વભરમાં પ્રખ્યાત થયો છે. આ ખેલાડી શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 મેચમાં ઓપનિંગ કરતો જોવા મળી શકે છે.

ઋતુરાજ ગાયકવાડે આઇપીએલ 2021માં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. તેણે સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી અને ચેન્નઇ સુપરકિંગ્સને ટ્રોફી જીતાડવામાં અગત્યનો ફાળો આપ્યો હતો. આ ઉપરાંત વિજય હઝારે ટ્રોફીમાં પણ તેણે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. તેણે વિજય હજારે ટ્રોફીમાં ચાર સદી ફટકારી હતી.

ઋતુરાજ ગાયકવાડે પોતાની રમતથી બધાના દિલ જીતી લીધા છે. તે ડેથ ઓવરમાં ખૂબજ આક્રમક બેટિંગ કરે છે. આ ઉપરાંત વિરોધી ટીમનો સૌથી ખતરનાક બોલર પર હુમલો કરે છે અને વિરોધી ટીમને ડરાવે છે. આ ખેલાડીને તક આપવામાં આવે તો તે ટીમ ઇન્ડિયાનો કાયમી ખેલાડી પણ બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *