આ વિસ્ફોટક ખેલાડી આફ્રિકા પ્રવાસે કપાશે કેએલ રાહુલનું પત્તું…

ટી 20 વર્લ્ડકપ બાદ ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે ટી 20 સિરીઝ રમી રહી હતી. જેમાં યુવા ખેલાડીઓના સારા પ્રદર્શનના કારણે ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝ ભારતે આસાનીથી જીતી લીધી હતી. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ બાદ ભારત સાઉથ આફ્રિકા પ્રવાસ પર 3 વનડે અને 3 ટેસ્ટ મેચ રમવા માટે જવાની છે. દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝની શરૂઆત 26 ડિસેમ્બરના રોજ થશે. ન્યૂઝીલેન્ડ સામે જબરદસ્ત પ્રદર્શન કર્યા પછી આફ્રિકાના પ્રવાસ માટે ધણા બધા ખેલાડીઓએ મજબૂત દાવો કર્યો છે.

બીસીસીઆઇએ બેઠકમાં જણાવ્યું હતું કે ભારતીય ટીમ 26 ડિસેમ્બરના રોજ સાઉથ આફ્રિકા પ્રવાસ પર જશે. પહેલી ટેસ્ટ મેચની શરૂઆત 26 ડિસેમ્બરના રોજ થશે અને 3 વનડે મેચ જાન્યુઆરી માસમાં 19, 21 અને 23 તારીખે રમાશે. આ ઉપરાંત ચાર મેચોની ટી 20 સીરીઝ આવતા વર્ષે યોજાશે. સાઉથ આફ્રિકાના પ્રવાસ પર ઘણા ખેલાડીઓની હાકલ પટ્ટી થઇ શકે છે.

હાલમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં રોહિત શર્માના સ્થાને મયંક અગ્રવાલને ટીમમાં તક આપવામાં આવી હતી. મયંક અગ્રવાલે તકનો ફાયદો ઉઠાવતા ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. જ્યાં એક તરફ મોટા બેટ્સમેનો નિષ્ફળ જઇ રહ્યા હતા ત્યાં મયંક અગ્રવાલે એક જબરદસ્ત ઇનિંગ રમી હતી. જો કેએલ રાહુલ આફ્રિકાના પ્રવાસે ફ્લોપ જશે તો તેના સ્થાને મયંક અગ્રવાલને ઓપનિંગ કરવાનો મોકો મળી શકે છે.

મયંક અગ્રવાલ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં તબાહી મચાવી હતી. મુંબઇ ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગમાં 150 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં 62 રનનું યોગદાન આપ્યું હતું. તેથી તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર તેને ટીમ ઇન્ડિયામાં સ્થાન આપવામાં આવી શકે છે. રાહુલની જગ્યાએ મયંક ટીમમાં સ્થાન મેળવી શકે છે.

ભારતીય ટીમમાં ઓપનિંગ જોડી તરીકે રોહિત શર્મા અને રાહુલની જોડીને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ આ બંનેમાંથી કોઇ એકને ઇજાને કારણે અથવા તો અન્ય કોઇ પણ કારણોસર બહાર જવાનું થાય તો તેના સ્થાને મયંક અગ્રવાલને સ્થાન મળશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. આ પહેલા ઇજાના કારણે શિખર ધવનના સ્થાને રાહુલને તક મળતા તેણે પોતાનું સ્થાન ભારતીય ટીમમાં નિશ્ચિત કર્યું હતું.

સાઉથ આફ્રિકા સામેના પ્રવાસ પહેલા ઘણા દિગ્ગજ ખેલાડીઓ પોતાના મત અનુસાર ટીમ રજૂ કરી રહ્યા છે. ઘણા યુવા ખેલાડીઓને સાઉથ આફ્રિકા પ્રવાસ પર સ્થાન મળી શકે છે. સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ ટેસ્ટ સીરીઝ રમશે. જ્યારે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ વાઇટ બોલ ક્રિકેટ રમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *