આફ્રિકા સામેની હારનું કારણ બન્યો આ અનુભવી ખેલાડી, હવે નહીં મળે ટીમ ઇન્ડિયામાં સ્થાન…
તાજેતરમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ પૂર્ણ થઇ છે. ભારતીય ટીમને આફ્રિકા સામે ત્રણેય મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આફ્રિકા ટીમ 3-0 ની લીડથી આ સિરીઝ જીતી ચૂકી છે. આ પહેલા પણ સાઉથ આફ્રિકા સામે ભારતીય ટીમ ટેસ્ટ સીરીઝ હારી ગઇ હતી. ભારતીય ટીમનો સાઉથ આફ્રિકા પ્રવાસ સફળ સાબિત થયો નહીં.
સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ માટે રોહિત શર્માની ગેરહાજરીના કારણે કેએલ રાહુલને કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ભારતીય કેપ્ટન કેએલ રાહુલ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં કેપ્ટન તરીકે સફળ સાબિત થયો નહીં.
આફ્રિકા સામેની ત્રણેય મેચમાં ભારતીય ટીમને મળેલી હાર માટે ઘણા ખેલાડીઓ જવાબદાર છે. ભારતીય બેટ્સમેનો અને બોલરોએ પોતાના ખરાબ પ્રદર્શનથી આફ્રિકા સામેની બંને સિરીઝમાં હાર મેળવી છે. ઘણા અનુભવી ખેલાડીઓને આ સિરીઝમાં તક આપવામાં આવી હતી. પરંતુ તેઓ સફળ સાબિત થઇ શક્યા નહીં.
ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાંથી બહાર રહ્યો હતો, પરંતુ તેના અનુભવના કારણે આફ્રિકા સામેની સિરીઝમાં તક આપવામાં આવી હતી. પ્રથમ વનડે મેચમાં 10 ઓવરમાં 64 રન આપ્યા હતા અને બીજી વન-ડે મેચમાં 8 ઓવરમાં 67 રન આપીને નિષ્ફળ રહ્યો હતો. આ બંને મેચમાં તેને એક પણ વિકેટ મળી નહીં.
આફ્રિકા સામેની પ્રથમ બંને વન-ડે મેચમાં ફ્લોપ જવાને કારણે ત્રીજી વનડે મેચની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો નહીં. ભુવનેશ્વર કુમાર એક સમયે ભારતીય ટીમનો સૌથી ઘાતક બોલર ગણાતો હતો. તેનો બોલ રમવો કોઇ પણ બેટ્સમેન માટે સરળ નહોતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી તે વિકેટ લેવામાં નિષ્ફળ સાબિત થઇ રહ્યો છે.
આઇપીએલ 2021ના બંને તબક્કામાં ભુવનેશ્વર કુમાર કંઇ ખાસ કમાલ કરી શક્યો નહીં. આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને તેના સ્થાને કોઇ યુવા ખેલાડીને તક આપવામાં આવે તો તે સફળ સાબિત થઇ શકે છે. આગામી વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ભુવનેશ્વર કુમારનું પત્તું કપાઇ શકે છે.