ક્રિકેટ બોર્ડની આ શરમજનક હરકતથી સોશિયલ મીડિયામાં ભડકો, જાણો શું છે સમગ્ર મામલો…

આઈપીએલ 2021 માં એમ.એસ.ધોનીના નેતૃત્વવાળી ચેન્નઇ સુપરકિંગ્સે 15 ઓક્ટોબરના રોજ કોલકાતા નાઇટ રાઇડર્સને ફાઇનલમાં હરાવીને ચોથી વખત ટાઇટલ પોતાના નામે કર્યું છે. CSK ની આ જીતમાં દક્ષિણ આફ્રિકાના 3 ખેલાડી પણ સામેલ છે. જેમના યોગદાનથી CSK એ આ સફળતા હાંસલ કરી છે.

આઈપીએલ ફ્રેન્ચાઇઝી ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી દક્ષિણ આફ્રિકાના કુલ 3 ખેલાડીઓ રમે છે. ઓપનિંગ બેટ્સમેન ફાફ ડુપ્લેસી, લેગ સ્પિનર ઇમરાન તાહિર અને ફાસ્ટ બોલર લુંગી એનગિડી આ ત્રણેય ખેલાડીઓ આઈપીએલમાં ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી રમે છે.

તમને જણાવી દઈએ કે આઈપીએલ 2021 નું ટાઈટલ ચેન્નઇ સુપરકિંગ્સે જીત્યા બાદ ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ચેન્નઇ સુપરકિંગ્સના લુંગી એનગિડીને શુભેચ્છા પાઠવી હતી પરંતુ ફાફ ડુપ્લેસી અને લેગ સ્પિનર ઇમરાન તાહિરની અવગણના કરી હતી. જે બાદ સોશિયલ મીડિયા પર આ બોર્ડની આલોચના થઈ હતી.

ક્રિકેટ સાઉથ આફ્રિકાની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયામાં લોકોએ બોર્ડની એવી આલોચના કરી કે બોર્ડે બાદમાં આ પોસ્ટ હટાવી બીજી પોસ્ટ લગાવી દીધી હતી. ક્રિકેટ બોર્ડની આ હરકત દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓને પણ સારી નહોતી લાગી.

ચેન્નઇ સુપરકિંગ્સ માટે આઈપીએલ 2021 ની ટ્રોફી જીતવા બદલ ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ઇન્સ્ટાગ્રામ પર લુંગી એનગિડીને શુભેચ્છા પાઠવતી પોસ્ટ કરી હતી. પરંતુ બોર્ડે ડુપ્લેસીને નજરઅંદાજ કર્યો હતો. જ્યારે ડુપ્લેસીએ આઇપીએલ ફાઇનલમાં 59 બોલમાં 89 રન બનાવીને મેન ઓફ ધ મેચ રહ્યો હતો.

બોર્ડની આ હરકત ટીમના ફાસ્ટ બોલર ડેલ સ્ટેન અને પોતે ફાફ ડુપ્લેસીને પણ સારી નહોતી લાગી, જેની સાથે અન્ય ખેલાડીઓએ પણ બોર્ડની આલોચના કરી હતી. ચેન્નઇ સુપરકિંગ્સ માટે આ વર્ષે ફાફ ડુપ્લેસીએ 633 રન બનાવ્યા છે. તે માત્ર 2 રનથી ઓરેન્જ કેપ ચૂકી ગયો હતો. પરંતુ ફાઇનલમાં તેના 86 રને CSK ને મેચ જીતાડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *