IPLમાં 1 ઓવરમાં 5 સિક્સ મારનાર આ ઘાતક ખેલાડી ગુજરાત ટાઇટન્સમાં થયો સામેલ…

આઇપીએલ 2022માં આ વર્ષે ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ એમ બંને નવી ટીમો જોડાઇને ટોટલ 10 ટીમો આ સ્પર્ધામાં ભાગ લેશે. આ વર્ષે આઇપીએલ પહેલા બેંગલોર ખાતે ભવ્ય મેગા ઓક્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ મેગા ઓક્શનનો પ્રથમ દિવસ હાલમાં પૂર્ણ થયો છે. ઘણા ખેલાડીઓ પર મોટી બોલી લગાવવામાં આવી રહી છે.

મેગા ઓક્શન પહેલા તમામ ટીમોએ પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. ગુજરાત ટાઇટન્સ દ્વારા પણ ત્રણ ખેલાડીઓને જાળવી રાખવામાં આવ્યા હતા. ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને શુભમન ગિલને જાળવી રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ ટીમે મેગા ઓક્શનમાંથી પણ ઘણા ખેલાડીઓની ખરીદી કરી છે.

હાલમાં ચાલી રહેલ મેગા ઓક્શનમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓ પર મોટી બોલી લગાવીને ટીમો દ્વારા ખરીદવામાં આવી રહ્યા છે. ગુજરાત ટાઇટન્સ દ્વારા આ ઘાતક ખેલાડીને ખરીદવામાં આવ્યો છે કે જે એક ઓવરમાં પાંચ સિક્સર મારી ચુક્યો છે. આ ખેલાડીઓને ખરીદવા માટે ઘણી ટીમો વચ્ચે જંગ ચાલી રહી હતી. અંતે ગુજરાત ટાઇટન્સ દ્વારા ખરીદવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે ગુજરાતી ટાઇટન્સ દ્વારા રાહુલ તેવટીયાને નવ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. આ ખેલાડી તેની બોલિંગ ઉપરાંત બેટિંગ કરવા માટે જાણીતો છે. તે આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ ટીમ તરફથી રમી ચૂક્યો છે. આ ખેલાડીએ ઓલરાઉન્ડર તરીકે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રાહુલ તેવટીયાએ આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ રમીને પંજાબ કિંગ્સ વિરૂદ્ધ એક ઓવરમાં પાંચ સિક્સ ફટકારી હતી. તેણે શેલ્ડન કોટરેલની ઓવરમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ ઓલરાઉન્ડર ખેલાડી થોડા બોલમાં વધારે રન બનાવીને દુનિયાભરમાં પ્રખ્યાત થયો છે. તાજેતરમાં આ ખેલાડીને ગુજરાત ટાઇટન્સ દ્વારા ખરીદવામાં આવ્યો છે.

ગુજરાતી ટાઇટન્સ ટીમે મેગા ઓક્શનમાંથી રાહુલ તેવટીયા ઉપરાંત જેસન રોય, મોહમ્મદ શમી જેવા દિગ્ગજ ખેલાડીઓને ખરીદ્યા છે. આ ઉપરાંત મેગા ઓક્શનના બીજા દિવસે અન્ય ખેલાડીઓની ખરીદી કરવામાં આવશે. તમામ ટીમો દ્વારા હુન્નર ધરાવતા ખેલાડીઓને ખરીદવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *