રોહિત અને સેહવાગ જેવી શક્તિ ધરાવતો આ ઘાતક ખેલાડી અચાનક જ થયો ટીમ ઇન્ડિયામાંથી ગાયબ, જાણો શું છે કારણ…

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ 6 ફેબ્રુઆરીના રોજ શરૂ થવા જઇ રહી છે. આ ત્રણ મેચોની વન-ડે સિરીઝ પૂર્ણ થયા બાદ ત્રણ મેચોની ટી-20 સીરીઝ રમાશે. વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ ત્રણ વન-ડે મેચ 6, 9 અને 11 ફેબ્રુઆરીના રોજ રમાશે. જ્યારે ટી-20 મેચ 16, 18 અને 20 ફેબ્રુઆરીના રોજ રમાશે.

બીસીસીઆઇ દ્વારા વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની વન-ડે અને ટી-20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઘણા લાંબા સમય પછી ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરતા જોવા મળશે. આ ઉપરાંત કેએલ રાહુલને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં તક આપવામાં આવી છે.

આગામી વન-ડે અને ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને પસંદગીકારો દ્વારા ઘણા યુવા ખેલાડીઓને વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં સામેલ કરવામાં આવ્યા છે. પરંતુ પસંદગીકારો દ્વારા ફરી એકવાર આ ઘાતક ખેલાડી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. પસંદગીકારોએ તેને દૂધમાંથી માખીની જેમ બહાર કર્યો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે ભારતીય વિસ્ફોટક ઓપનર બેટ્સમેન પૃથ્વી શોને વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની વન-ડે અને ટી-20 સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યો નથી. એવી અપેક્ષા રાખવામાં આવતી હતી કે આ સિરીઝમાં તેને સામેલ કરવામાં આવશે પરંતુ ફરી એકવાર તેની અવગણના કરવામાં આવી છે. આ ખેલાડી રોહિત અને સહેવાગ જેવી ઘાતક બેટિંગની ક્ષમતા ધરાવે છે.

22 વર્ષીય યુવા ઓપનર પૃથ્વી શો આક્રમક બેટિંગ માટે જાણીતો છે. પૃથ્વી શોને જો મહત્તમ તકો મળે તો તે દુનિયાના કોઇપણ ખૂણે રન બનાવી શકે છે. આ ખેલાડીમાં સેહવાગ અને રોહિતનો કોમ્બો જોવા મળે છે. ટીમ ઇન્ડિયાને આગામી દિવસોમાં નવા ઓપનિંગ બેટ્સમેનની જરૂર પડશે. આવી સ્થિતિમાં આ ખેલાડી આ જવાબદારી સંભાળી શકે છે. પરંતુ પસંદગીકારો દ્વારા તેની અવગણના કરવામાં આવી રહી છે.

પસંદગીકારો પૃથ્વી શો જેવા મજબૂત ઓપનરની સતત અવગણના કરી રહ્યા છે. પૃથ્વી શો હાલમાં વિશ્વના સૌથી ખતરનાક બેટ્સમેનોમાંનો એક છે. તેના બેટથી ડોમેસ્ટિક ક્રિકેટ અને આઇપીએલમાં સનસનાટી મચી ગઇ હતી. તેનો પડઘો આખી દુનિયાએ સાંભળ્યો હતો. તેની બેટિંગે બધાના દિલ જીતી લીધા છે. પરંતુ હાલમાં તેને વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *