હારનું કારણ બનેલ રિષભ પંતનું સ્થાન લેશે આ ઘાતક ખેલાડી…

હાલમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ રમાઇ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે ભવ્ય વિજય મેળવ્યો હતો. પરંતુ બીજી ટેસ્ટ મેચમાં આફ્રિકન ખેલાડીઓએ ભારતીય ટીમને હરાવીને જીત હાંસલ કરી હતી. ત્રીજી ટેસ્ટ મેચ 11 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે.

બીજી ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલાં જ કેપ્ટન વિરાટ કોહલી ફિટ ન હોવાને કારણે મેચમાંથી બહાર થયો હતો. આવી સ્થિતિમાં તેના સ્થાને કેપ્ટનશીપની જવાબદારી કેએલ રાહુલને સોંપવામાં આવી હતી અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વાપસી કરી શકે છે. આવી સ્થિતિમાં ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓની બહારનો રસ્તો દેખાડવામાં આવી શકે છે. ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત છેલ્લા ઘણા સમયથી ખરાબ સામે ઝઝુમી રહ્યો છે. તેના બેટેથી રન નીકળી રહ્યા નથી. રિષભ પંત જલ્દી આઉટ થઇ જતા મિડલ ઓર્ડર પર દબાવ જોવા મળે છે.

રિષભ પંત છેલ્લી 13 ટેસ્ટ મેચમાં એક પણ સદી ફટકારી શક્યો નથી. આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં તે ખૂબ જ ખરાબ શોર્ટ રમીને આઉટ થયો હતો. પસંદગીકારોએ તેને ઘણી તકો આપી છે. પરંતુ તે સતત નબળું પ્રદર્શન કરી રહ્યો છે. આવી સ્થિતિમાં તેના સ્થાને આ ઘાતક ખેલાડીને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકે છે.

કેપટાઉનમાં રમાનારી ત્રીજી ટેસ્ટ મેચમાં રિષભ પંતની જગ્યાએ રિદ્ધિમાન સાહાને તક આપવામાં આવી શકે છે. સાહા વિકેટકીપિંગમાં કુશળતા ધરાવે છે. આ સિવાય બેટિંગમાં પણ તે ખૂબ જ ઘાતક સાબિત થયો હતો. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં તેણે શાનદાર અડધી સદી ફટકારી હતી. સાહાએ ભારત માટે 38 ટેસ્ટ મેચમાં 1251 રન બનાવ્યા છે.

રિદ્ધિમાન સાહા આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં રિષભ પંતના સ્થાને તકનો લાભ ઉઠાવીને સફળ સાબિત થઇ શકે છે. ભારતે પ્રથમ ટેસ્ટ મેચ જીતી હોવાથી આ સિરીઝ હવે 1-1થી બરાબર છે. ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચ 11 જાન્યુઆરીથી શરૂ થશે. ભારતીય ટીમની નજર આ મેચ જીતીને સિરીઝ જીતવા પર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *