આફ્રિકા સામેની વનડે સિરીઝમાં આ ઘાતક ખેલાડી લેશે રવિન્દ્ર જાડેજાનું સ્થાન…

આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી વન-ડે સિરીઝનો પ્રારંભ થશે. વન-ડે સિરીઝ માટે બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. ભારતીય ટીમની પસંદગી કરવી ખૂબ જ મુશ્કેલ છે કેમકે ઘણા યુવા ખેલાડીઓ સારા ફોર્મમાં ચાલી રહ્યા છે.

ભારતીય ટીમ હાલ સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ રમી રહી છે. 26 ડિસેમ્બરના રોજ પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત થઇ છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટેસ્ટ મેચના પ્રથમ દિવસ દરમિયાન ભારતીય બેટ્સમેનોએ ખૂબ સારું પ્રદર્શન કરીને ભારતનું પલ્લું ભારે રાખ્યું છે.

આફ્રિકા પ્રવાસ શરૂ થાય તે પહેલા ભારતનો ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થતા ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઇ ગયો હતો. આ સિવાય ભારતનો દિગ્ગજ ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા પણ ઇજાને કારણે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો છે. ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં રવિન્દ્ર જાડેજા ઇજાને કારણે બહાર થયો હતો. ઇજા ગંભીર હોવાને કારણે આફ્રિકા પ્રવાસ પર તેને સ્થાન આપવામાં આવ્યું નથી.

આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાના સ્થાને આ ઘાતક ખેલાડી પ્રવેશી શકે છે. તમે જણાવી દઇએ કે તે ખેલાડી વેંકટેશ ઐયર છે. વેંકટેશ ઐયર છેલ્લા ઘણા સમયથી ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યો છે. 27 વર્ષનો આ યુવા ખેલાડી રવિન્દ્ર જાડેજાના સ્થાને બેટિંગ ઉપરાંત બોલિંગની જવાબદારી પણ નિભાવી શકે છે.

વેંકટેશ ઐયરે ન્યુઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝમાં ડેબ્યૂ કર્યું હતું. આ ઉપરાંત વિજય હજારે ટ્રોફીમાં મધ્યપ્રદેશ તરફથી રમીને આ ખેલાડીએ ધૂમ મચાવી હતી. આઇપીએલમાં આ ખેલાડીએ કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી રમતા જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. મેગા ઓક્શન પહેલા કેકેઆર તરફથી આ ખેલાડીને રિટેન કરવામાં આવ્યો છે.

વેંકટેશ ઐયર આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં રવિન્દ્ર જાડેજાના સ્થાને આવીને સારું પ્રદર્શન કરી શકે તેમ છે. હાલમાં રમાઇ રહેલી ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ સમાપ્ત થયા પછી વનડે સિરીઝનો પ્રારંભ થશે. સાઉથ આફ્રિકા સામે ચાર મેચની ટી 20 સિરીઝ પણ રમાવાની હતી. પરંતુ કોરોનાવાયરસના કારણે તે રદ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *