ચાર વર્ષ બાદ આ દિગ્ગજ ખેલાડીની ટીમ ઇન્ડિયામાં થશે એન્ટ્રી…
હાલમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય બેટ્સમેનોએ સારું પ્રદર્શન કરીને મેચ પર પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે.
ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી ત્રણ વન ડે મેચોની સીરીઝ શરૂ થશે. વનડે સિરીઝ માટે ભારતીય ટીમની પસંદગી સોમવાર સુધીમાં થવાની હતી પરંતુ રોહિત શર્માને કારણે સ્થગિત રાખવામાં આવી છે. રોહિત શર્મા મુંબઇ કેમ્પમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ઇજા ગંભીર હોવાને કારણે ટેસ્ટ મેચમાંથી પણ બહાર રહ્યો હતો.
રોહિત શર્મા રમવા માટે ફિટ છે પરંતુ બીસીસીઆઇ તેની ખાતરી કરવા ઈચ્છે છે. 30 કે 31 ડિસેમ્બરે નક્કી થશે કે રોહિત શર્મા વનડે સિરીઝ રમશે કે નહીં ત્યારબાદ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે. જો રોહિત શર્મા ફિટ નહી હોય તો તેના સ્થાને કેએલ રાહુલને કેપ્ટનશિપ સોંપવામાં આવી શકે છે. આ ઉપરાંત ઘણા સમય બાદ એક દિગ્ગજ ખેલાડીની વાપસી થઇ શકે છે.
ભારતના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ પણ ટીમમાંથી બહાર છે. આવી સ્થિતિમાં ચાર વર્ષ બાદ રવિચંદ્રન અશ્વિનને વન-ડે ક્રિકેટમાં તક મળી શકે છે. રવિચંદ્રન અશ્વિને તેની છેલ્લી વનડે મેચ 2017માં રમી હતી. તાજેતરમાં તેણે ટી 20 ફોર્મેટમાં ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે.
રવિચંદ્રન અશ્વિન ભારતીય ટીમમાં ત્રણેય ફોર્મેટમાં રમનારો ખેલાડી છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં તેને ભારતીય ટીમમાં સ્થાન મળતું ન હતું. પરંતુ રોહિત શર્મા કેપ્ટન બનતાની સાથે જ અશ્વિનની વાપસી થઈ છે. રવિચંદ્રન અશ્વિને ટોટલ 111 વન-ડે મેચ રમીને 150 વિકેટો લીધી છે. 35 વર્ષનો આ સ્ટાર ખેલાડી વન ડે ફોર્મેટમાં સ્થાન લેશે.
રવિચંદ્રન અશ્વિન આઈપીએલમાં ચેન્નઈ સુપરકિંગ્સ, રાઇઝિંગ પુણે જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ તરફથી રમી ચૂક્યો છે. તે આઇપીએલમાં કેપ્ટન પણ રહી ચૂક્યો છે. આવી પ્રતિષ્ઠા અને રેકોર્ડ ધરાવતો આ ખેલાડી ચાર વર્ષ બાદ ભારતીય ટીમમાં પ્રવેશીને ધૂમ મચાવી શકે છે. ભારતમાં આ ખેલાડી એક સારા ઓલરાઉન્ડરની કમી પૂરી કરી શકે છે.