આગામી 10 વર્ષ સુધી CSK તરફથી રમશે આ ઘાતક ખેલાડી! થઇ ગયો સૌથી મોટો ખુલાસો…
ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનની તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે મેગા ઓક્શનનું આયોજન 12 અને 13 ફેબ્રુઆરીના રોજ બેંગ્લોર ખાતે થવા જઈ રહ્યું છે અને આ વર્ષે અમદાવાદ અને લખનઉ બંને નવી ટીમો જોડાશે. મેગા ઓક્શન પહેલા જૂની તમામ ટીમોએ રીટેન્શન લિસ્ટ બહાર પાડ્યા છે. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં કરવામાં આવશે.
ચેન્નઇ સુપરકિંગ્સ ની વાત કરીએ તો આ ટીમ આઈપીએલની સૌથી સફળ ટીમોમાંથી એક છે. મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચાર વખત આઇપીએલનો ખિતાબ જીતી ચૂકી છે. ચેન્નઇ સુપરકિંગ્સ ટીમના દરેક ખેલાડીઓ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ટ્રેનિંગ લઈને પોતાના દેશની ટીમમાં સિતારાઓ તરીકે ઝળક્યા છે.
ચેન્નઇ સુપરકિંગ્સે આ વર્ષે ચાર ખેલાડીઓને જાળવી રાખ્યા છે, જેમાં ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા, પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, ઓલરાઉન્ડર ખેલાડી મોઈન અલી અને ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડનો સમાવેશ થાય છે. આ ચાર હુન્નર ધરાવતા ખેલાડીઓને ચેન્નઇ સુપરકિંગ્સે જાળવી રાખ્યા છે.
તમને જણાવી દઈએ કે ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ ચેન્નઇ સુપરકિંગ્સ માટે દસ વર્ષ પૂરા કર્યા છે. જેના પર જાડેજાએ કોમેન્ટ કરતા જણાવ્યું છે કે હું આગામી 10 વર્ષ સુધી ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી રમીશ. રવિન્દ્ર જાડેજા ચેન્નઇ સુપરકિંગ્સનો સૌથી મજબૂત ખેલાડી છે. આ ખેલાડીને બેટિંગ-બોલિંગ ઉપરાંત ફિલ્ડિંગમાં પણ નિષ્ણાંત માનવામાં આવે છે.
રવિન્દ્ર જાડેજાએ 2008માં અંડર-19 વર્લ્ડકપ જીત્યો હતો. જાડેજા 2008માં રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયો હતો પરંતુ ત્યાર બાદ 2012માં ચેન્નઇ સુપરકિંગ્સ દ્વારા તેને 12.8 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. ત્યારથી ગત સીઝન સુધી તે સીએસકે તરફથી રમતો હતો. આ વર્ષે પણ ચેન્નઇ સુપરકિંગ્સ દ્વારા તેને 16 કરોડ રૂપિયામાં જાળવી રાખવામાં આવ્યો છે.
આ પરથી કહી શકાય કે આગામી 10 વર્ષ સુધી રવિન્દ્ર જાડેજા ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી રમતો જોવા મળી શકે છે. મહેન્દ્રસિંહ ધોની બાદ ચેન્નઇ સુપરકિંગ્સની કમાન રવીન્દ્ર જાડેજાને મળી શકે તેમ છે. આ ગુજરાતી ખેલાડી ખૂબ જ વધારે અનુભવ ધરાવતો હોવાથી એક સફળ કેપ્ટન તરીકે દુનિયાભરમાં પોતાનું નામ રોશન કરી શકે છે.