આ ઘાતક ખેલાડી હાર્દિક પંડ્યાનું પત્તું કાપીને ટીમ ઇન્ડિયામાં કરશે એન્ટ્રી…
ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની ઘરેલુ સિરીઝ જીત્યા બાદ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે પહોંચી ગઇ છે. સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચ રમાશે. બીસીસીઆઇ દ્વારા ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. 26 ડિસેમ્બરના રોજ બપોરે 1:30 વાગે પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત થશે. ત્રણેય ટેસ્ટ મેચ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી વન-ડે મેચનો પ્રારંભ થશે.
સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા મુંબઇ કેમ્પમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો હતો. ઇજા ગંભીર હોવાને કારણે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો છે. તેના સ્થાને ટેસ્ટ સીરીઝમાં વાઇસ કેપ્ટન તરીકે કેએલ રાહુલને પસંદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય યુવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે.
ભારતીય ટીમમાં ઘણા ખેલાડીઓ પોતાના ખરાબ પ્રદર્શનના કારણે બહાર થયા છે. હાર્દિક પંડ્યા ની વાત કરીએ તો તે છેલ્લા ઘણા સમયથી લયમાં જોવા મળ્યો નથી. ભારતીય ટીમ માટે હાર્દિક પંડ્યા મજબૂત ઓલરાઉન્ડર ખેલાડી છે. તે પોતાની ખતરનાક બોલિંગ અને બેટિંગથી વિશ્વભરમાં જાણીતો થયો હતો. છેલ્લા ઘણા સમયથી તે બોલિંગ કરતો નથી. ખરાબ પ્રદર્શનના કારણે તેને ટીમ ઇન્ડિયામાંથી બહાર રાખવામાં આવ્યો છે.
સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી થાય તે પહેલાં જ એક ઓલરાઉન્ડર મજબૂત ખેલાડી સામે આવ્યો છે. તમને જણાવી દઇએ કે તે ખેલાડી વેંકટેશ ઐયર છે. વિજય હજારે ટ્રોફીમાં આ ખેલાડી ધૂમ મચાવી રહ્યો છે. મધ્યપ્રદેશ તરફથી રમતા આ ખેલાડીએ ઉત્તરાખંડ સામે શ્રેષ્ઠ અડધી સદી ફટકારી હતી. આ ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની જગ્યાએ જોરદાર એન્ટ્રી કરી શકે છે.
વેંકટેશ ઐયરે આઇપીએલ 2021માં પણ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે 10 મેચોમાં 370 રન બનાવ્યા છે. જમણા હાથના ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર વેંકટેશ ઐયરનો ટી 20 ફોર્મેટમાં પણ સારો રેકોર્ડ છે. આઇપીએલના પ્રદર્શન પરથી તેને સાબિત કરી બતાવ્યું કે તે હાર્દિક પંડ્યાનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા આ ખેલાડીને હાર્દિક પંડયાના સ્થાને તક આપી શકે છે.
વેંકટેશ ઐયરને ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં તક આપવામાં આવી હતી પરંતુ તેણે ખૂબ જ નાની ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગમાં તેણે 130ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા. ભારતીય કેપ્ટન રોહિત શર્માને હાર્દિક પંડ્યાના વિકલ્પ શોધવાની ચિંતા હવે દૂર થઇ છે. સાઉથ આફ્રિકા સામે રમાનારી વન-ડે સિરીઝમાં આ ખેલાડી ડેબ્યુ કરી શકે છે.