આ ઘાતક ખેલાડી 6 વર્ષ બાદ IPLમાં મચાવશે ધૂમ, મેગા ઓક્શનમાં થશે પૈસાનો વરસાદ…
આઇપીએલ 2022માં અમદાવાદ અને લખનઉ બંને નવી ટીમો જોડાઇને ટોટલ દસ ટીમો વચ્ચે સ્પર્ધા થશે. આ વર્ષે આઇપીએલ પહેલા 11, 12 અને 13 ફેબ્રુઆરીના રોજ મેગા ઓક્શનનું આયોજન થશે. અમદાવાદ અને લખનઉ ટીમની પુષ્ટિ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મેગા ઓક્શન પહેલા તમામ જૂની ટીમોએ પોતાના રીટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે.
આઇપીએલ 2022ની શરૂઆત પહેલા એક અન્ય સમાચાર સામે આવ્યા છે. આઇપીએલના ટાઇટલ સ્પોન્સર બદલાઇ ચૂક્યા છે. આઇપીએલના આયોજકોએ ચીની કંપની વીવો પાસેથી ટાઇટલ સ્પોન્સરશિપ છીનવીને ભારતીય કંપની ટાટાને આપી દીધી છે. આ વર્ષે આઇપીએલના ટાઇટલ સ્પોન્સર તરીકે ટાટાનું નામ સામે આવ્યું છે.
આઇપીએલ વિશ્વની સૌથી લોકપ્રિય લીગ છે. તેથી જ વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર મેગા ઓક્શન પર ટકેલી છે. હવે એવા સમાચાર આવ્યા છે કે આ ઘાતક ખેલાડી છ વર્ષ બાદ આઇપીએલમાં પુનરાગમન કરી શકે છે. આ ખેલાડી થોડા બોલમાં મેચ પલટો કરી શકે છે. આઇપીએલના મેગા ઓક્શનમાં આ ખેલાડી પર મોટી બોલી લાગી શકે છે.
ઓસ્ટ્રેલિયાનો ઘાતક ખેલાડી મિચેલ સ્ટાર્કે આઇપીએલ 2022 માં વાપસીના સંકેતો આપ્યા છે. છ વર્ષ બાદ વિશ્વની સૌથી મોટી લીગમાં તેની વાપસી થશે. મિચેલ સ્ટાર્કે તેની છેલ્લી આઇપીએલ મેચ 2015માં રમી હતી. વર્ષ 2018માં કોલકાતા નાઈટ રાઈડર્સે તેને 9 કરોડમાં ખરીદ્યો હતો પણ ઇજાને કારણે તે એક પણ મેચ રમી શક્યો ન હતો.
મિચેલ સ્ટાર્ક ઘાતક બોલિંગ માટે જાણીતો છે. જ્યારે તેના હાથમાં બોલ હોય છે ત્યારે વિશ્વનો સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન પણ ડરી જાય છે. તેની લાઇન લેન્થ ખૂબ જ સચોટ છે. મિચેલ સ્ટાર્કે પોતાના યોર્કર બોલ પર સૌથી ઘાતક બેટ્સમેનોની વિકેટ લીધી છે. આવી સ્થિતિમાં આ ખેલાડી કોઇ પણ ટીમ માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.
મિચેલ સ્ટાર્ક ટી 20 ક્રિકેટમાં તોફાની બોલિંગ માટે જાણીતો છે. ટી 20 વર્લ્ડકપ 2021 માં પણ મિચેલ સ્ટાર્ક દ્વારા શાનદાર બોલિંગનો નમૂનો રજૂ કરવામાં આવ્યો હતો. મિચેલ સ્ટાર્કે આઇપીએલમાં અત્યાર સુધીમાં 27 મેચ રમી છે જેમાં 34 વિકેટ ઝડપી છે આ દરમિયાન 96 રન બનાવ્યા છે. આ ખતરનાક બોલર આઇપીએલ 2022 માં ધૂમ મચાવી શકે છે.