સૂર્યકુમાર યાદવનું પત્તું કાપશે આ ઘાતક ખેલાડી…
આજે ભારત અને પાકિસ્તાનનો મહા મુકાબલો દુબઇમાં રમશે. લાંબા સમય બાદ આ બંને ટીમો એકબીજાની સામે રમવા મેદાનમાં ઉતરશે. ઉલ્લેખનીય છે કે સ્ટાર ખેલાડીઓથી ભરેલી બંને ટીમો મેદાનમાં ઉતરશે. આ મેચ પહેલા બંને ટીમોના ભૂતપૂર્વ ખેલાડીઓએ પણ પોતાના નિવેદનો આપ્યા છે.
વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવ્યું હતું કે પાકિસ્તાનની ટીમને હળવાશથી ન લેવી કેમકે તેમાં પણ ઘણા બધા સ્ટાર ખેલાડીઓ છે. આ મેચ દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. દર્શકો આ મેચને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોઇ શકશે.
દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પીચ બોલર માટે સારી રહેશે. બેટસમેનને મિડલ ઓવરમાં રન કરવા ઘણી મહેનત કરવી પડશે. પરંતુ જો આઇપીએલની મેચોને જોઈએ તો જો કોઇ ખેલાડી આ પીચ પર એક સેટ થઇ ગયો તો તે મોટો સ્કોર કરી શકે છે. આ પીચ પર 160 થી 170 રન સ્કોર થઇ શકે છે.
આ મેચમાં રોહિત શર્મા, કે.એલ રાહુલ અને વિરાટ કોહલીનું સ્થાન નક્કી છે. પરંતુ ચોથા નંબર પણ કોણ બેટિંગ કરશે તે મુદ્દે મેનેજમેન્ટની ટીમ મૂંઝવણમાં છે. આઇપીએલ અને વોર્મઅપ મેચનું પરફોર્મન્સ જોતાં ચોથા નંબર પર સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશનનું નામ આવી શકે છે. ત્રણ અડધી સદી પછી ઇશાન કિશન સૂર્ય કુમાર યાદવનું પત્તું કાપી શકે છે.
આ ઉપરાંત હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુર વચ્ચે પણ સ્પર્ધા થઇ શકે છે. પરંતુ વિરાટ કોહલી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાર્દિક પંડ્યાને સ્થાન આપવામાં આવશે. તેમ છતાં શાર્દુલ ઠાકુરનું પ્રદર્શન નકારી શકાય નહી. ટીમ ઇન્ડિયા કયા કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરશે તે સસ્પેન્સ રહેશે.
પાકિસ્તાનને પોતાના 12 ખેલાડીઓના નામ જાહેર કર્યા. તેમાં સરફરાઝનું નામ ન હતું. પરંતુ ત્યારબાદ 15 ખેલાડીઓની અંદર તેને સ્થાન આપવામાં આવ્યું હતું. સરફરાઝ ટીમનો મહત્વનો ખેલાડી છે. પાકિસ્તાનની ટીમ ભારત સામે ટી-20 વર્લ્ડકપમાં ક્યારેય જીતી શકી નથી. તો હવે જોવાનું એ રહેશે કે આ વખતે બાબર આજમના નેતૃત્વવાળી ટીમ ભારતને હરાવી શકશે કે કેમ?