આ ઘાતક ખેલાડી આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં કાપશે ઇશાંત શર્માનું પત્તું…

ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચ રમવાની છે. સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત 26 ડિસેમ્બરના રોજ બપોરે 1:30 વાગે સેન્ચુરિયન ખાતે થશે. ટીમ ઇન્ડિયા આજ સુધી દક્ષિણ આફ્રિકામાં સિરીઝ જીતી શકી નથી. આ સીરીઝ ભારતીય ટીમ માટે ઘણી અગત્યની છે.

આફ્રિકાના પ્રવાસ શરૂ થાય તે પહેલાં જ ભારતના બેટ્સમેન રોહિત શર્મા ઇજાને કારણે ટેસ્ટમાંથી બહાર થયા છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજા ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં ઇજાને કારણે બહાર થયા હતા. આ બન્ને દિગ્ગજ ખેલાડીઓના કારણે મેનેજમેન્ટ ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં તક આપવામાં આવશે.

ભારતના ટેસ્ટ સીરીઝના વાઈસ કેપ્ટન કે એલ રાહુલે જણાવ્યું કે આફ્રિકાની પીચ ઝડપી બોલરને સપોર્ટ કરતી હોવાથી ફાસ્ટ બોલરો તબાહી મચાવી શકે છે.આવા કારણોસર ભારતીય ટીમ ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઊતરશે. ભારતીય બોલરમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીનું સ્થાન ફિક્સ છે. આ ઉપરાંત સ્પિનરમાં જોઈએ તો રવિચંદ્રન અશ્વિન જોવા મળશે.

આ ઉપરાંત ભારતનો દિગ્ગજ બોલર ઇશાંત શર્માની વાત કરીએ તો ઘણા લાંબા સમયથી પોતાની લયમાં જોવા મળ્યો નથી. હાલમાં તેની ઉંમર 33 વર્ષ છે. તેની ઉંમરની અસર તેના ફોર્મ પર જોવા મળી રહી છે. તેની ઝડપ પણ ઓછી થઈ ગઈ છે. ઇશાંત શર્માએ ભારત માટે 105 ટેસ્ટ મેચમાં 311 વિકેટ લીધી છે. પરંતુ હાલના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેના સ્થાને એક ઘાતક ખેલાડી કાયમી થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે આ ખેલાડી મોહમ્મદ સિરાજ છે. મોહમ્મદ શમીએ છેલ્લા કેટલાક દિવસોમાં ટીમ ઇન્ડિયામાં એક અલગ જ સ્થાન બનાવ્યું છે. કોઇ પણ બેટ્સમેન માટે તેનો બોલ રમવું સરળ નથી. ભારત માટે 10 ટેસ્ટ મેચમાં 33 વિકેટ લીધી છે. તેની ઉંમર પણ હજુ ઘણી નાની છે. સિરાજે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે તોફાની બેટિંગ કરી હતી. સચિન તેંડુલકરે પણ આ ખેલાડીની પ્રશંસા કરી હતી.

મોહમ્મદ સિરાજને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ઈશાંત શર્માના સ્થાને તક આપવામાં આવી શકે છે. આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ઝડપી બોલરોની જરૂર હોવાથી આ ખેલાડીને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. ત્રણ ટેસ્ટ મેચ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરી થી ત્રણ વન-ડે મેચનો પ્રારંભ થશે. ભારતીય ટીમ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ જીતીને રેકોર્ડ નોંધાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *