આ ઘાતક ખેલાડી કાપશે ચેતેશ્વર પુજારાનું પત્તું…

ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસે ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચની સિરીઝ રમશે. ભારતીય ટીમ માટે આ ટેસ્ટ સીરીઝ ઘણી અગત્યની રહેશે કેમકે આ પહેલા આફ્રિકા પ્રવાસ પર ભારતે એક પણ ટેસ્ટ સીરિઝ જીતી નથી. 26 ડિસેમ્બરના રોજ બપોરે 1:30 વાગે સેન્ચુરીયન ખાતે પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત થશે.

આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચની પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી ટેસ્ટ સીરીઝનો પ્રારંભ થશે. બીસીસીઆઈ દ્વારા ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આફ્રિકા પ્રવાસ પહેલા જ ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થવાના કારણે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયા છે. આ પહેલા પણ ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા પણ ઇજાને કારણે બહાર થયો હતો.

આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે. આજે આપણે આ લેખમાં એક એવા ખેલાડીની વાત કરીએ કે જે છેલ્લા ઘણા સમયથી ખરાબ પ્રદર્શનમાં ચાલી રહ્યો છે. તેના સ્થાને પ્લેઇંગ ઇલેવનમાં અન્ય ખેલાડીને તક મળી શકે છે.

તમને જણાવી દઇએ કે આ ખેલાડીનું નામ ચેતેશ્વર પુજારા છે. ચેતેશ્વર પુજારા પહેલેથી જ ધીમી બેટિંગ કરે છે. ભારતની પિચો પર પણ તે ધીમી બેટિંગ કરી રહ્યો છે. જેથી હવે તેની બેટિંગ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ચેતેશ્વર પુજારા સારા બોલ પર રન બનાવવાની તક ગુમાવે છે. ચેતેશ્વર પુજારા અનુભવ ધરાવતો ખેલાડી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી રન બનાવવામાં નિષ્ફળ રહ્યો છે.

ચેતેશ્વર પુજારા ફ્લોપ બેટિંગના કારણે તેના સ્થાને યુવા ખેલાડી શ્રેયસ ઐયરને તક મળી શકે છે. શ્રેયસ ઐયરે ગત માસમાં ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ન્યૂઝીલેન્ડ સામેની ડેબ્યૂ મેચમાં સદી ફટકારી હતી. પસંદગીકારોએ આફ્રિકા પ્રવાસ માટે શ્રેયસ ઐયરની પસંદગી કરી છે. જો ચેતેશ્વર પુજારા સારૂ પ્રદર્શન નહીં કરે તો તેના સ્થાને શ્રેયસ ઐયર નંબર ત્રણ બેટિંગ કરવા માટે આવી શકે છે.

ધીમી બેટિંગના કારણે આ ગુજરાતી ખેલાડી પોતાનું સ્થાન ટીમ ઇન્ડિયામાંથી ગુમાવી શકે છે. આ ઉપરાંત ટીમ ઇન્ડિયામાં ઘણા બધા ફેરફારો થઇ શકે છે. સાઉથ આફ્રિકા સામેની ત્રણ ટેસ્ટ મેચોની આ સીરીઝ ખૂબ જ અગત્યની રહેશે. આગામી વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તમામ યુવા ખેલાડીઓને તક આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *