આ ઘાતક ખેલાડી બનશે લખનઉની ટીમનો કેપ્ટન! ફ્રેન્ચાઇઝીએ આપ્યા સંકેત…

આઇપીએલ 2022માં અમદાવાદ અને લખનઉ જોડાઇને ટોટલ 10 ફ્રેન્ચાઇઝીઓ આ લીગમાં ભાગ લેશે. આ વર્ષે આઇપીએલ પહેલા ભવ્ય મેગા ઓક્શનનું આયોજન થશે. મેગા ઓક્શન પહેલા જૂની તમામ ટીમોએ પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ 30 નવેમ્બરના રોજ જાહેર કર્યા હતા. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં થશે.

અમદાવાદ અને લખનઉ બંને ટીમ મેગા ઓક્શન પહેલા ત્રણ ત્રણ ખેલાડીઓની યાદી બીસીસીઆઇને સોંપશે. ટીમના માલિકો પર ખેલાડીઓને ખરીદવા અને કેપ્ટનની પસંદગી કરવાની મોટી જવાબદારી હોય છે જે સરળ કામ નથી. આઇપીએલ પહેલા યોજાનારૂ મેગા ઓક્શન જાન્યુઆરી સપ્તાહમાં યોજાવાનું હતું. પરંતુ અમદાવાદની ટીમના વાદ વિવાદને કારણે 11,12 અને 13 ફેબ્રુઆરીના રોજ યોજાશે.

અમદાવાદ અને લખનઉ ટીમના માલિકો પોતાના ખેલાડીઓની શોધ માટે વાતચીતો શરૂ કરી દીધી છે. અમદાવાદ અને લખનઉ ટીમના કેપ્ટનને લઇને ઘણા લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી. પરંતુ લખનઉ ટીમે સંકેત આપતા જણાવ્યું છે કે આ ખેલાડી ટીમનો કેપ્ટન બનશે.

લખનઉ ટીમે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે રાહુલ તેમની ટીમનો કેપ્ટન બનશે. તાજેતરમાં સાઉથ આફ્રિકા સામેની સિરીઝ દરમિયાન કેએલ રાહુલના બેટ પર કોઇ સ્પોન્સર સ્ટીકર હતું નહીં. એક યુઝરે ટ્વીટ કરીને પૂછ્યું કે રાહુલના બેટમાં કોઇ સ્પોન્સર સ્ટીકર કેમ નથી. ત્યારે લખનઉ ફ્રેન્ચાઇઝીના માલિક હર્ષ ગોએન્કાએ કહ્યું કે અમે તેના બેટ પાછળ સ્પોન્સર છીએ.

કેએલ રાહુલ આઇપીએલની છેલ્લી બે સીઝનમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન રહી ચૂક્યો છે. પરંતુ આ વર્ષે પંજાબે તેને જાળવી રાખ્યો નથી. આવી સ્થિતિમાં તે લખનઉ ટીમ સાથે જોડાઇ શકે છે અને કેપ્ટન પણ બની શકે છે. રાહુલ કેપ્ટનશીપમાં ઘણો વધારે અનુભવ ધરાવે છે. કેએલ રાહુલ તાજેતરમાં વિરાટ કોહલીના સ્થાને ભારતીય ટીમમાં કેપ્ટનશીપ કરી રહ્યો છે.

ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કેપ્ટન એન્ડી ફ્લાવરને લખનઉ ફ્રેન્ચાઇઝીએ ટીમના મુખ્ય કોચ તરીકે પસંદ કર્યા છે. લખનઉ ટીમનું નામ હજુ નક્કી થયું નથી. આરપી-એસજી ગ્રુપે 7090 કરોડ રૂપિયામાં લખનઉ ફ્રેન્ચાઇઝીને ખરીદી છે. આ વર્ષે અમદાવાદ અને લખનઉ બંને નવી ટીમો આઇપીએલમાં ધમાકેદાર શરૂઆત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *