7 વર્ષ બાદ હરાજીમાં ઉતરશે આ ઘાતક ખેલાડી, માનવામાં આવે છે ટીમ ઇન્ડિયાનું ભવિષ્ય…

આઇપીએલ 2022ની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. બીસીસીઆઈએ આઈપીએલ 2022ને લઇને ઘણી બધી તૈયારીઓ કરી છે. જો કોરોના વાયરસનો કેર વર્તાશે તો બીસીસીઆઇ પાસે પ્લાન બી પણ તૈયાર છે. ફેબ્રુઆરી મહિનામાં મેગા ઓક્શનનું આયોજન થવાનું છે. જેને લઇને પણ ઘણી બધી અટકળો ચાલી રહી છે.

આ વર્ષે આઈપીએલમાં 8ને બદલે 10 ટીમો ટ્રોફી જીતવા માટે મેદાને ઉતારવાની છે કારણ કે આઇપીએલ 2021 બાદ અમદાવાદ અને લખનઉ એમ બે નવી ટીમો ટી 20 લીગ સાથે જોડાઈ ગઈ છે. દુનિયાભરના ખેલાડીઓ આઇપીએલમાં રમવા માટે આવે છે અને આઇપીએલ ફ્રેન્ચાઇઝીઓ તેને કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કરે છે.

આઇપીએલ પહેલા યોજાનાર મેગા ઓક્શન ઘણું રસપ્રદ રહેવાનું છે. કારણ કે આ વર્ષે ઘણા બધા દિગ્ગજ ખેલાડીઓ હરાજીનો ભાગ બનવા જઇ રહ્યા છે. આપણે આજે આ લેખમાં એક એવા ખેલાડીની વાત કરવાના છીએ જે વર્ષ 2015 પછી પ્રથમ વખત હરાજીમાં પ્રવેશ આપવાનો છે અને આ ખેલાડી પર તમામ ટીમો બોલી લગાવી શકે છે.

આ ખેલાડીની હરાજી સાત વર્ષ પહેલા થઇ હતી. ત્યારે આ ખેલાડીને ઘણા ઓછા પૈસામાં દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો હતો. પરંતુ હવે આ ખેલાડીની કિંમત કરોડોમાં લગાવવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર દિલ્હી કેપિટલ્સનો પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન આ વર્ષે હરાજીનો ભાગ બની શકે છે.

તમને જણાવી દઇએ કે હરાજી પહેલા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે શ્રેયસ ઐયર અમદાવાદ અથવા લખનઉ બન્નેમાંથી કોઇ એક ટીમ સાથે જોડાઇ શકે છે. પરંતુ હવે આ ખેલાડી હરાજીનો ભાગ બની શકે છે. શ્રેયસ ઐયર પર ઘણી બધી ટીમોની નજર રહેશે કારણકે આ ખેલાડીએ દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરીને દિલ્હીને પ્રથમ વખત આઇપીએલની ફાઇનલમાં પહોંચ્યું હતું.

કેપ્ટનની સાથે શ્રેયસ ઐયર એક જબરદસ્ત મિડલ ઓર્ડર બેટ્સમેન પણ છે. આઇપીએલ 2021ના પ્રથમ ભાગમાં તે ઇજાગ્રસ્ત થયો હોવાથી રિષભ પંતને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ બીજા ભાગમાં પરત ફરતા તેને કેપ્ટનશીપ મળી ન હતી. તેથી તેણે દિલ્હી કેપિટલ્સને છોડવાનો નિર્ણય કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *