બીજી ટેસ્ટ મેચમાંથી આ ઘાતક ખેલાડી થશે બહાર, રાહુલ દ્રવિડે આપ્યા સંકેત…
ભારતીય ટીમ હાલમાં ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝમાં સાઉથ આફ્રિકાનો સામનો કરી રહી છે. ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝમાં ભારતે પ્રથમ ટેસ્ટ મેચમાં ભવ્ય વિજય મેળવીને 1-0ની લીડ હાંસલ કરી છે. ભારતીય ટીમના તમામ ખેલાડીઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. હવે ભારતીય ટીમની નજર બીજી ટેસ્ટ મેચમાં આફ્રિકન ટીમને હરાવવા પર રહેશે.
ભારતીય ટીમ આજ સુધી આફ્રિકાની ધરતી પર એક પણ ટેસ્ટ સીરીઝ જીતી શક્યું નથી. આવી સ્થિતિમાં બીજી ટેસ્ટ મેચ જીતીને આ સિરીઝ પર વિજય પ્રાપ્ત કરી શકે છે. આ દરમિયાન ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે સંકેત આપીને જણાવ્યું છે કે બીજી ટેસ્ટ મેચમાં આ ખેલાડીઓ પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થઇ શકે છે.
ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે રવિવારે થયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં બેટિંગમાં વધુ રન બનાવવા પર ધ્યાન આપશે. તેણે એવી આશા વ્યક્ત કરી છે કે બીજી અને ત્રીજી ટેસ્ટ મેચમાં બેટ્સમેનોને આગળ વધવાની અને સારી બેટિંગ કરનારને તક આપવામાં આવશે.
રાહુલ દ્રવિડના આ સંકેત આપ્યા પછી સ્પષ્ટ થાય છે કે ભારતીય પૂર્વ વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો હતો. છતાં પણ તેને આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ તેમાં પણ તે શ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યો નહીં. આવી સ્થિતિમાં બીજી ટેસ્ટ મેચમાં તેના સ્થાને શ્રેયસ ઐયરને તક મળી શકે છે.
શ્રેયસ ઐયરને ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં ભારતીય ટીમમાં તક આપવામાં આવી હતી અને આ તકનો પૂરો ઉપયોગ કરીને પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં સદી અને બીજી ઇનિંગ્સમાં અડધી સદી ફટકારીને સારું પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત તે લાંબી ઇનિંગ્સ રમી શકે છે. આગામી સમયમાં તે લાલ બોલ ક્રિકેટમાં અજાયબીઓ કરી શકે છે.
રાહુલ દ્રવિડે વધુમાં કહ્યું હતું કે અમે આશા રાખીશું કે બેટ્સમેનો વધુ મોટો સ્કોર કરશે. પરંતુ અમુક પરિસ્થિતિમાં આ ખરેખર મુશ્કેલ હોય છે. અમારી પાસે રાહુલ અને મયંક જેવા બેટ્સમેનો પણ છે. જે મોટી ઇનિંગ્સ રમી શકે છે. આ બંને ખેલાડીઓ પ્રથમ ટેસ્ટ મેચમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. બીજી ટેસ્ટ મેચમાં પણ ભારતીય ટીમ જીતે તેવી આશા છે.