દરેક મેચમાં ઓછામાં ઓછી 2 વિકેટ લેનાર આ ઘાતક ખેલાડી ભારતીય ટીમમાં થયો સામેલ…
તાજેતરમાં ભારતીય ટીમને સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં હાર મળી છે. ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી વનડે સિરીઝની શરૂઆત થશે. આફ્રિકા સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત બીસીસીઆઇ દ્વારા કરવામાં આવી છે. ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં તક આપવામાં આવી છે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને બીસીસીઆઇ દ્વારા વનડે ફોર્મેટના કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યો છે અને રોહિત શર્માને કમાન સોંપવામાં આવી છે. આફ્રિકા સામેની વનડે સિરીઝમાં રોહિત શર્માની ગેરહાજરી હોવાને કારણે કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
આઇસીસી વર્લ્ડકપ 2023ને ધ્યાનમાં લઇને ભારતીય ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. સાઉથ આફ્રિકાની પીચ ઝડપી બોલરોને અનુકૂળ હોવાથી યુવા ઝડપી બોલરોને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકે છે. આફ્રિકા સામેની વનડે સિરીઝમાં એક એવા ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જેણે દરેક મેચમાં ઓછામાં ઓછી બે વિકેટ લીધી છે.
તમને જણાવી દઇએ કે આ ખેલાડી પ્રસિદ્ધ કૃષ્ણા છે. ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં આ ખેલાડી ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો હતો. પસંદગીકારો દ્વારા ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં આ ખેલાડીને તક આપવામાં આવી હતી. પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં તક મળી ન હોવાને કારણે પર મેદાનમાં જોવા મળ્યો નહીં.
પ્રસિદ્ધ કૃષ્ણાએ ભારત માટે અત્યાર સુધીમાં ત્રણ વનડે મેચમાં 6 વિકેટ પોતાના નામે કરી છે. આવી રીતે ઓછામાં ઓછી બે વિકેટ લઇને આ ખેલાડી વિશ્વભરમાં પ્રખ્યાત થયો છે. આ ઘાતક ખેલાડીનો ભારતીય ટીમમાં સમાવેશ થતાં ભારતીય ટીમની બોલિંગ લાઇન મજબૂત દેખાઇ રહી છે. છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં પ્રવેશવા આ ખેલાડી મહેનત કરતો હતો.
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઝડપની બાબતમાં પ્રસિદ્ધ કૃષ્ણા પડકાર આપી શકે છે. આ ખેલાડી પોતાની ઘાતક બોલિંગથી ઘણી વિકેટો પોતાના નામે કરી શકે છે. આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ ઘણા યુવા ખેલાડીઓને તક આપી રહી છે. ત્યારે આ ખેલાડીને પણ આફ્રિકા સામેની વનડે સિરીઝમાં સ્થાન મળી શકે છે.