ટીમ ઇન્ડિયા માટે બોજ બન્યો આ ઘાતક ખેલાડી, માનવામાં આવે છે ટીમ ઇન્ડિયાનું ભવિષ્ય…

ભારતીય ટીમને સાઉથ આફ્રિકા સામેની બીજી વન-ડે મેચમાં 7 વિકેટ હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ ટીમ ઇન્ડિયા સિરીઝમાંથી બહાર થઇ છે. આ પહેલા પણ પ્રથમ વન-ડે મેચમાં 31 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ વનડે સિરીઝ પણ હારી ચૂકી છે.

ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માની ગેરહાજરી હોવાને કારણે કેએલ રાહુલને કેપ્ટન અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બીજી વનડે મેચમાં ભારતીય ટીમને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય બેટ્સમેનો અને બોલરો પોતાને સાબિત કરવામાં નિષ્ફળ સાબિત થયા છે. બીજી મેચમાં મળેલી હાર માટે ઘણા ખેલાડીઓ જવાબદાર છે.

ભારતીય કેપ્ટન કેએલ રાહુલે એક એવા ખેલાડીને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા આપી છે કે જે ટીમ ઇન્ડિયા માટે હાલમાં બોજ બની રહ્યો છે. તેણે પોતાના ખરાબ પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડિયાને હાર અપાવી છે. આ ખેલાડી બોલિંગ અને બેટિંગ બંનેમાં ખરાબ રીતે ફ્લોપ થયો છે. આગામી વનડે મેચમાં આ ઘાતક ખેલાડીનું પત્તું હંમેશા માટે કપાઇ શકે છે.

બીજી વનડે મેચમાં ભારતીય બેટ્સમેન વેંકટેશ ઐયર હારનું સૌથી મોટું કારણ બન્યો છે. આ ખેલાડી બેટિંગ અને બોલિંગ બંનેમાં ચમત્કાર કરી શકયો નહીં. આફ્રિકા સામેની બંને વનડે મેચમાં તેનું પ્રદર્શન ખરાબ જોવા મળ્યું છે. હાલમાં વેંકટેશ ઐયર ટીમ પર બોજ બની ગયો છે. રાહુલે આ ખેલાડીને વિશ્વાસપૂર્વક ટીમમાં સામેલ કર્યો હતો.

વેંકટેશ ઐયરે બીજી વનડે મેચમાં 5 ઓવરમાં 28 રન આપ્યા હતા. જેમાં તે એક પણ વિકેટ મેળવી શક્યો નહીં. બેટીંગમાં પણ તે ખરાબ રીતે ફ્લોપ સાબિત થયો હતો. તે રન બનાવવામાં સતત નિષ્ફળ રહ્યો હતો. જેના કારણે ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે.

કેએલ રાહુલ અને રિષભ પંત એક સમયે સારી બેટિંગ કરી રહ્યા હતા. પરંતુ બંને આઉટ થતાં જ મિડલ ઓર્ડર વેર વિખેર થઇ ગયો હતો. ત્યારબાદ તમામ જવાબદારી વેંકટેશ ઐયર પર રહી હતી. પરંતુ તે પણ રન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. આગામી મેચમાં તેના સ્થાને ઋતુરાજ ગાયકવાડને તક મળી શકે છે. ઋતુરાજ ગાયકવાડ આ તકનો લાભ ઉઠાવીને જબરદસ્ત પ્રદર્શન કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *