કોરોનાના લક્ષણો આવતા આ ઘાતક ખેલાડી પ્રથમ ટેસ્ટમાંથી થયો બહાર…

હાલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. 26 ડિસેમ્બરના રોજ પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત થઇ છે. ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ઘણા યુવા ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ઓમિક્રોન વાયરસના કેસ વધવાને કારણે આ સિરીઝ શરૂ થાય તે પહેલાં જ કેન્સલ થવાનો ખતરો ઉભરી રહ્યો હતો. તો પણ આ સિરીઝ શરૂ કરવામાં આવી હતી. પરંતુ હવે આ સિરીઝ ફરી એકવાર ખતરામાં છે કારણ કે આ સિરીઝમાં રમી રહેલા એક ખેલાડીમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે અને આ કારણે તે પ્રથમ ટેસ્ટ મેચમાંથી બહાર થયો છે.

રવિવારે સુપર સ્પોર્ટ્સ પાર્કમાં ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવનમાં દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર ડુઆન ઓલિવિયરને બાકાત રાખવા પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા હતા. ઓલિવિયર એક શાનદાર અને ઝડપી બોલર છે. તેની ગેરહાજરીમાં આફ્રિકન બોલરોએ પ્રથમ દિવસે ખૂબ ખરાબ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે પ્રથમ દિવસ ભારતીય બેટ્સમેન નામે રહ્યો હતો.

ક્રિકેટ સાઉથ આફ્રિકા સિલેક્શન દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે ઓલિવિયરને કોરોનાના લક્ષણો આવવાને કારણે પ્રથમ ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આનો સ્પષ્ટ અર્થ એવો થાય છે કે કદાચ કોરોના ભારત-સાઉથ આફ્રિકા સિરીઝમાં પ્રવેશી ચૂકયો છે. આવી સ્થિતિમાં સીરીઝના તમામ ખેલાડીઓ ખતરામાં આવી શકે છે.

ઓલિવિયર હવે સ્વસ્થ છે પરંતુ તે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે તેને ઘણા દિવસો સુધી કવોરેન્ટાઈન રહેવું પડ્યું હતું. આ પછી તેણે ભારત સામેની સિરીઝ માટે પ્રેક્ટિસ પણ કરી હતી. રસપ્રદ વાત એ છે કે રવિવારે મેચના પહેલા દિવસે પત્રકારો દ્વારા જ્યારે આ ખેલાડી વિશે પૂછવામાં આવ્યું ત્યારે કોઈએ જવાબ આપ્યો નહીં.

ઓલિવિયર આ સિરીઝમાં નોર્ટજેના સ્થાને ટીમમાં જોડાવાનો હતો. પરંતુ લક્ષણો આવ્યા બાદ રહ્યો છે. તેણે આફ્રિકા ટીમ માટે ચાર ફર્સ્ટ ક્લાસ મેચોમાં 28 વિકેટ લીધી છે. પરંતુ તે ભારત સામેની પ્રથમ ટેસ્ટ રમી શક્યો નથી. પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસે ભારતીય બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરીને પોતાના તરફ મેચ રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *