આ ઘાતક ખેલાડીને “ફાયર સમજ્યો હતો પરંતુ ફ્લાવર નીકળ્યો” 56ની સ્ટ્રાઇક રેટથી બનાવ્યા 18 રન…

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે હાલમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમાઇ રહી છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં 6 વિકેટે ભવ્ય જીત હાંસલ કરી હતી. ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડે મેચ જીતીને સિરીઝ પર જીત હાંસલ કરવા પ્રયત્ન કરી રહી છે.

છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમને ઘણી મુશ્કેલીમાંથી પસાર થવું પડી રહ્યું છે. હાલમાં ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા છે. આ પહેલા પણ ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત હોવાને કારણે ટીમમાંથી બહાર થયા છે. આવી સ્થિતિમાં ભારતીય મેનેજમેન્ટ ટીમ પણ મુશ્કેલીમાં મુકાઇ છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચ દરમિયાન કેએલ રાહુલ પારિવારિક કારણોસર મેચમાંથી બહાર રહ્યો હતો, પરંતુ બીજી મેચમાં તે પરત ફર્યો હતો. વાપસી થઇ હોવા છતાં પણ રોહિત શર્માએ આ ઘાતક ખેલાડીને ઓપનિંગ બેટ્સમેન તરીકે પસંદ કર્યો હતો. પરંતુ તે પોતાના પ્રદર્શનમાં નિષ્ફળ રહ્યો હતો. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે ભારતીય બેટ્સમેન રિષભ પંતને વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડે મેચમાં ઓપનર ખેલાડી તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. આ ખેલાડી તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે અને તે લાંબી ઇનિંગ્સ રમવા માટે પ્રખ્યાત છે. પરંતુ વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડે મેચમાં તે સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયો હતો.

રિષભ પંતને આવી રીતે અચાનક ઓપનર ખેલાડી તરીકે ઉતરવાથી ટીમના અન્ય ખેલાડીઓ પણ ચોંકી ઉઠયા હતા. આ ઉપરાંત તે નિષ્ફળ જવાને કારણે સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો. એક ચાહકે તો લખ્યું કે આ ખેલાડીને ફાયર સમજ્યો હતો પરંતુ તે ફ્લાવર નીકળ્યો. પુષ્પા ફિલ્મ પર આધારિત આ ડાયલોગ પર પણ તેની મજાક ઉડાવવામાં આવી રહી છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડે મેચમાં નિષ્ફળ સાબિત થવાને કારણે આગામી ત્રીજી વન-ડે મેચમાં તેના સ્થાને શિખર ધવન મેદાન પર જોવા મળી શકે છે અને આ ખેલાડી ફરીથી નંબર પાંચ પર બેટિંગ કરતો જોવા મળશે. હાલમાં રિષભ પંતની ચર્ચા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *