આ ઘાતક ખેલાડીએ રોહિત શર્માનું ટેન્શન કર્યું દૂર, મુંબઇ ઇન્ડિયન્સને મળ્યો હાર્દિક પંડ્યાથી પણ વધુ ઘાતક ઓલરાઉન્ડર…

આઇપીએલ 2022 પહેલા 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાયેલ મેગા ઓક્શનમાં તમામ ટીમોએ દુનિયાભરના ખેલાડીઓ પર કરોડો રૂપિયા ઉડાવી દીધા છે. તમામ ટીમોએ પોતાના મનપસંદ ખેલાડીઓને ખરીદવા માટે મોટી બોલી લગાવી હતી. બે દિવસ સુધી ચાલેલ હરાજીમાં તમામ ટીમોએ 200થી વધુ ખેલાડીઓ પર બોલી લગાવી હતી.

મુંબઇ ઇન્ડિયન્સની વાત કરીએ તો આ ટીમે આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધારે પાંચ વખત ટાઇટલ જીત્યું છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને કીરોન પોલાર્ડ આ ચાર ખેલાડીઓને મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા ઓક્શન પહેલા જાળવી રાખવામાં આવ્યા હતા. બાકીના 21 ખેલાડીઓને મેગા ઓક્શનમાંથી ખરીદવામાં આવ્યા.

મેગા ઓક્શન પહેલા ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાને મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા જાળવી રાખવામાં આવ્યો નહોતો. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્મા ખૂબ જ ચિંતામાં હતા. પરંતુ મેગા ઓક્શન બાદ આ ઘાતક ખેલાડીને ખરીદીને મુંબઇ ઇન્ડિયન્સ અને કેપ્ટન રોહિત શર્માની ચિંતા દૂર થઇ છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે મુંબઇ ઇન્ડિયન્સે ટીમ ડેવિડને 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ટીમ ડેવિડની મૂળ કિંમત માત્ર 40 લાખ રૂપિયા હતી. પરંતુ મુંબઇની ટીમે આ ખેલાડી પર મોટી બોલી લગાવી હતી. આ ખેલાડી આવનારા સમયમાં મુંબઇની ટીમ માટે અસરકારક સાબિત થઇ શકે છે. આ ખેલાડી ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની કમી પૂરી કરી શકે તેમ છે.

મુંબઇના માલિક આકાશ અંબાણીએ કહ્યું હતું કે મુંબઇની ટીમે હાર્દિક પંડ્યાના સ્થાને આ ખેલાડીને ખરીદ્યો છે. હાર્દિક પંડ્યા ઘણા વર્ષોથી મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમ્યો હતો. પરંતુ હવે તે ગુજરાત ટાઇટન્સ તરફથી રમતો નજરે આવશે. આ પહેલા ટીમ ડેવિડ આઇપીએલમાં આરસીબી માટે એક જ મેચ રમ્યો છે. જેમાં તેણે એક રન બનાવ્યો હતો.

પાંચ વખતની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સે ઓક્શનના બીજા દિવસે જોફ્રા આર્ચર અને ટિમ ડેવિડને ખરીદવા માટે ઘણા પૈસા ખર્ચ્યા હતા. આ વર્ષે મુંબઇ ઇન્ડિયન્સે ગત તમામ સિઝનો કરતા વધારે ઘાતક ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ આ સિઝનમાં પણ મુંબઇ ઇન્ડિયન્સ ટાઇટલ જીતવા ઇચ્છે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *