આ ઘાતક ખેલાડીએ કર્યો હુંકાર, આગામી 1.5 વર્ષમાં ભારતીય ટીમમાં સ્થાન મેળવીશ…

ભારતીય ટીમમાં રમવાનું દરેક ખેલાડીનું સપનું હોય છે. ભારતીય ટીમમાં સ્થાન મળ્યા બાદ પણ ટકાવી રાખવું તે ખૂબ અગત્યનું હોય છે. દર વર્ષે ડોમેસ્ટિક ક્રિકેટ અને આઇપીએલમાંથી ઘણા ખેલાડીઓની ભારતીય ટીમમાં એન્ટ્રી થતી હોય છે. આ ઉપરાંત ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને ટીમમાંથી બહાર કાઢવામાં આવે છે.

છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં ઘણી ખળભળાટ મચી ગઇ છે. ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું છે અને તાજેતરમાં નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદ કરવામાં આવી છે. આ ઉપરાંત ઘણા ખેલાડીઓ આ વર્ષ દરમિયાન ઇજાગ્રસ્ત રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતીય મેનેજમેન્ટ ટીમ પણ મુશ્કેલીમાં મુકાઇ છે.

ભારતીય ટીમમાં ઘણા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને વિશ્વભરમાં પોતાનું નામ રોશન કરતા હોય છે. તાજેતરમાં આ ઘાતક ખેલાડીએ જણાવ્યું છે કે આગામી દોઢ વર્ષમાં હું ભારતીય ટીમમાં સ્થાન મેળવીશ. આ ઉપરાંત હું મારા દેશ માટે અનેક રેકોર્ડ નોંધાવવા માટે ઉત્સુક છું. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે અંડર-19 વર્લ્ડકપ વિજેતા ભારતીય ટીમના કેપ્ટન યશ ધુલે તાજેતરમાં જણાવ્યું છે કે હું આગામી દોઢ વર્ષમાં સીનિયર ટીમમાં જગ્યા બનાવીશ. આ ખેલાડીએ તાજેતરમાં રણજી ટ્રોફીમાં દિલ્હીની ટીમમાં પણ જગ્યા બનાવી છે. આ ખેલાડી ઘાતક બેટિંગ માટે જાણીતો છે. આ ઉપરાંત ભારતીય ટીમની મિડલ ઓર્ડર સંભાળી શકે છે.

જ્યારે યશ ધુલને પુછવામાં આવ્યું કે વર્લ્ડકપની સફળતા પછી ટોચના સ્તરે જવા માટે નિષ્ફળતાનો ડર છે, ત્યારે આ ખેલાડીએ કહ્યું કે હું વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવો ખેલાડી બનવા માંગુ છું. તેના માટે કોઈ પણ હદે મહેનત કરવા તૈયાર છું. વર્લ્ડકપની ફાઇનલ મેચ પહેલા પણ વિરાટ કોહલી સાથે વાતચીત થઈ હતી.

આગામી સમયમાં યશ ધૂલ ભારતીય ટીમ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત આ ખેલાડીઓની ઉંમર પણ હજુ નાની છે. આવી સ્થિતિમાં તે લાંબા સમય સુધી ભારતીય ટીમમાં રમી શકે છે. આ ઘાતક ખેલાડી ભારતીય ટીમની મિડલ ઓર્ડરની નિષ્ફળતાનો અંત પણ લાવી શકે છે. આ ખેલાડી આગામી સમયમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન પણ બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *