આ ઘાતક ખેલાડીએ દૂર કરી કોહલીની ચિંતા, આફ્રિકા પ્રવાસે રોહિત શર્માના સ્થાને સંભાળશે ઓપનિંગની જવાબદારી…

ન્યુઝીલેન્ડ સિરીઝ જીત્યા બાદ ભારતીય ટીમ 26 ડિસેમ્બરના રોજ સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાની છે. સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચની સિરીઝ રમાશે. બીસીસીઆઇ દ્વારા ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. રવિવારના રોજ ભારતીય ટીમના ખેલાડીઓ સાઉથ આફ્રિકા જવા માટે મુંબઇ પહોંચ્યા હતા. ચાર દિવસ કવોરેન્ટાઇન રહ્યા બાદ 16 ડિસેમ્બરે તમામ ખેલાડીઓ સાઉથ આફ્રિકા જવા રવાના થશે.

સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા ભારત માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભારતના ખતરનાક બેટ્સમેન રોહિત શર્મા પ્રેક્ટિસ સેશન દરમિયાન ઇજાગ્રસ્ત થયા છે. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં રોહિત શર્માને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ ઇજાને કારણે તે ટેસ્ટ સિરીઝ માંથી બહાર થયો છે. હવે જોવાનું એ રહેશે કે રોહિત શર્માનું સ્થાન કયો ખેલાડી લેશે.

દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ભારત પાસે એક એવો મજબૂત ખેલાડી છે કે જે રોહિત શર્માનું સ્થાન લઇ શકે છે. તમને જણાવી દઇએ કે તે ખેલાડી મયંક અગ્રવાલ છે. ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં મયંક અગ્રવાલે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. મોટા ખેલાડીઓ ના કરી શકે તેવું કામ મયંક અગ્રવાલે કર્યું હતું. આવી સ્થિતિમાં મયંક અગ્રવાલ કેએલ રાહુલ સાથે ઓપનિંગ કરી શકે છે.

મયંક અગ્રવાલ જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં તેણે 150 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં તેણે 62 રનનું યોગદાન આપ્યું હતું. તેના આ ખતરનાક પ્રદર્શનના કારણે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્માની જગ્યાએ આ ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

તમને જણાવી દઇએ કે રોહિત શર્માને પ્રેક્ટિસ મેચ દરમિયાન આંગળીએ બોલ વાગતા ગંભીર ઇજા થઇ હતી. ત્યારબાદ તે રડતા પણ જોવા મળ્યો હતો. આવી ગંભીર ઇજાને કારણે તે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઇ ગયો છે. રોહિત શર્મા આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં વાઇસ કેપ્ટન હતો. તેથી હવે જોવાનું એ રહેશે કે વાઇસ કેપ્ટન કોણ બનશે.

સાઉથ આફ્રિકા સામે 4 ટી-20 સીરીઝ રમાવવાની હતી. પરંતુ ઓમિક્રોન વાઇરસના કારણે તે રદ કરવામાં આવી છે. હવે આફ્રિકા સામે 26 ડિસેમ્બરથી પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત થશે. ત્રણ ટેસ્ટ મેચ બાદ 19 જાન્યુઆરીથી આફ્રિકા સામે વન-ડે સિરીઝની શરૂઆત થશે. વન-ડે સિરીઝ માટે ટૂંક સમયમાં બીસીસીઆઇ ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *