અંડર-19 વર્લ્ડકપના આ ઘાતક ખેલાડીને મેગા ઓક્શનમાં મળશે કરોડો, માનવામાં આવે છે ટીમ ઇન્ડિયાનું ભવિષ્ય…
આઇપીએલ 2022 પહેલા 12 અને 13 ફેબ્રુઆરીના રોજ બેંગલોર ખાતે મેગા ઓક્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા ઓક્શનમાં 590 જેટલા ખેલાડીઓએ પોતાના નામ નોંધાવ્યા છે. આ વર્ષે અમદાવાદ અને લખનઉ બંને નવી ટીમો ઇન્ડિયન પ્રીમિયર લીગમાં જોડાશે. જૂની તમામ ટીમોએ પોતાના રીટેન્શન લિસ્ટ બહાર પાડ્યા છે. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં કરવામાં આવશે.
હાલમાં જ અંડર-19 વર્લ્ડકપ વેસ્ટ ઈન્ડિઝ ખાતે રમાયો હતો. જેમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલ મેચમાં ટક્કર થઇ હતી. આ ભવ્ય મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં ઇંગ્લેન્ડની ટીમે 189 રનનો સ્કોર બનાવ્યો હતો. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને મેચ જીતી હતી. ભારતીય ટીમે ઇંગ્લેન્ડને ફાઇનલ મેચમાં હરાવીને પાંચમી વખત વર્લ્ડકપમાં જીત મેળવી છે.
આ મહિનામાં જ ભવ્ય મેગા ઓક્શનનું આયોજન પણ થવાનું છે. જેમાં દેશ-વિદેશના ઘણા બધા ખેલાડીઓએ ભાગ લીધો છે. પરંતુ આપણે આજે એક એવા ખેલાડીની વાત કરવાના છીએ કે જેણે વર્લ્ડકપમાં ખૂબ સારું પ્રદર્શન કરીને પ્રતિભા મેળવી છે. આ ઘાતક ખેલાડી પર પૈસાનો વરસાદ થઇ શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે આ ખેલાડી બીજું કોઇ નહીં પરંતુ રવિ કુમાર છે. આ ઘાતક ખેલાડીએ સમગ્ર ટુર્નામેન્ટમાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ સામે તેણે ચાર વિકેટ લીધી હતી. રવિએ આ ટુર્નામેન્ટમાં ટોટલ દસ વિકેટ ઝડપી છે. આ ઘાતક ખેલાડીની બોલિંગ સામે કોઇ પણ બેટ્સમેન ટકી શક્યો નથી. તેની બોલિંગ લાઇન-અપ સૌથી અલગ હોય છે.
રવિ કુમારની બોલિંગમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની ઝલક દેખાઇ રહી છે. ભવિષ્યમાં આ ખેલાડી ભારતીય ટીમમાં જોવા મળી શકે છે. આઇપીએલની વાત કરીએ તો આ ખેલાડી પર તમામ ટીમો મોટી બોલી લગાવી શકે છે. તાજેતરમાં આ ખેલાડી ખૂબ જ જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે. ડેથ ઓવરમાં આ ખેલાડી ઘાતક સાબિત થાય છે.
અંડર-19 વર્લ્ડકપના ઇતિહાસમાં ભારત સૌથી સફળ ટીમ રહી છે. ટીમ ઇન્ડિયા પાસે આ ટૂર્નામેન્ટના સૌથી વધુ ચાર ખિતાબો હતા. પરંતુ હવે ટીમ ઇન્ડિયાએ ફરી એકવાર વર્લ્ડકપ જીતીને પાંચ વખત ખિતાબ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય અંડર-19 ટીમમાં દર વર્ષે નવા ખેલાડીઓની એન્ટ્રી થાય છે અને તેઓ સારું પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં સ્થાન બનાવતા હોય છે.