KKRનો આ ઘાતક ખેલાડી બનશે RCBનો કેપ્ટન…

આઇપીએલ 2021 કોરોનાને કારણે બે તબક્કામાં પૂર્ણ થઈ હતી. ચેન્નઇ સુપરકિંગ્સે કોલકત્તા નાઈટ રાઈડર્સ સામે ફાઈનલમાં ભવ્ય જીત મેળવી હતી. આઇપીએલ 2022માં અમદાવાદ અને લખનઉ એમ બંને ટીમો જોડાઈને ટોટલ 10 ટીમો આ સ્પર્ધામાં ભાગ લેશે. આ વર્ષે મેગા ઓક્શનનું આયોજન પણ થવાનું છે.

મેગા ઓક્શન પહેલા તમામ જૂની ફ્રેન્ચાઇઝીઓએ પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. બાકીના અન્ય ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં થશે. બીસીસીઆઇના એક અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મેગા ઓક્શનનું આયોજન 11, 12 અને 13 ફેબ્રુઆરીના રોજ થશે. આઇપીએલ પહેલા યોજાનાર આ મેગા ઓક્શન ઘણું રસપ્રદ રહેશે.

અમદાવાદ અને લખનઉ આ બંને ટીમ સિવાય તમામ ટીમોએ રીટેન્શન લિસ્ટ જાહેર કર્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ની વાત કરીએ તો તેણે વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ અને મોહમ્મદ સિરાજને રીટેન કર્યા છે. આઇપીએલ 2021 પછી રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી. કોહલીની કેપ્ટનશિપમાં એક પણ વખત બેંગ્લોર ટ્રોફી જીતી શક્યું નથી.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર આઇપીએલ 2022માં નવા કેપ્ટનની પસંદગી મેગા ઓક્શનમાંથી કરશે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર ધાડક બેટ્સમેન મોર્ગનને ખરીદી શકે છે. ધોની જવા નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતો આ ખેલાડીને કોલકતા નાઇટ રાઇડર્સે રિટેન કર્યો નથી. આવી સ્થિતિમાં વિરાટ કોહલીના સ્થાને કેપ્ટન તરીકેની કમાન મોર્ગનને સોંપવામાં આવી શકે છે.

મોર્ગને તેની કેપ્ટનશીપ હેઠળ KKR ની ટીમને આઇપીએલ 2021 ની ફાઇનલમાં પહોંચાડી હતી. આ ખેલાડી મેદાન પર ખૂબ જ શાંત રહે છે અને સમજદારીથી નિર્ણય લે છે. બોલિંગમાં ફેરફાર કરવાનો હોય કે ટીમ કોમ્બિનેશન સેટ કરવાનું હોય તેની કેપ્ટનશીપ હેઠળ બધું જ યોગ્ય રીતે થાય છે. આ ખેલાડીએ ઇંગ્લેન્ડ ટીમના કેપ્ટન રહીને ઘણા કપ જીતાડ્યા છે.

ઇંગ્લેન્ડનો કેપ્ટન મોર્ગન તેની મજબૂત બેટિંગ માટે પણ જાણીતો છે. તે પોતાની લયમાં હોય ત્યારે કોઇપણ ઓર્ડરની બોલિંગ તોડી શકે છે. તેની લાંબી સિકસર મારવાની કળાથી દરેક વ્યક્તિ વાકેફ છે. આઇપીએલ 2022માં RCB ટીમના કેપ્ટન તરીકે આ દિગ્ગજ ખેલાડી મેદાને ઉતારી શકે છે. RCBની ટીમમાં આ ખેલાડીની પસંદગી થાય તો ટીમ મજબૂત બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *