અનલકી રહ્યો આ ઘાતક ખેલાડી, નહીં તો રાહુલના સ્થાને બન્યો હોત ટીમ ઇન્ડિયાનો કેપ્ટન…

ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝ રમી રહી છે. ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી વનડે સિરીઝ નો પ્રારંભ થશે. વનડે સિરીઝ માટે બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.

આફ્રિકા પ્રવાસ શરૂ થાય તે પહેલાં જ ભારતીય બેટ્સમેન રોહિત શર્મા ઇજાને કારણે બહાર થયો છે. આવી સ્થિતિમાં આફ્રિકા સામેની વનડે સિરીઝ માટે કેપ્ટન તરીકે કેએલ રાહુલને પસંદ કરવામાં આવ્યો છે અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ બંને ખેલાડીઓએ ભારતીય ટીમમાં ત્રણેય ફોર્મેટમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.

ભારતીય ટીમમાં છેલ્લા ઘણા સમયથી ઘણા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા હોવાને કારણે ટીમમાંથી બહાર થયા છે. આજે એક એવા ખેલાડીઓની વાત કરીએ કે જેણે ઇજાને કારણે પોતાની કારકિર્દી પર બ્રેક લગાવી છે. આ ખેલાડી જયારે પોતાની શ્રેષ્ઠ કારકિર્દીમાં ચાલી રહ્યો હતો ત્યારે ઇજાને કારણે બહાર થતા હાલમાં તેનું સ્થાન કોઇ અન્ય ખેલાડી પાસે છે.

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર રોહિત શર્માની જગ્યાએ ટીમનો કેપ્ટન બની શકે તેમ હતો. પરંતુ આ અવસર તે ચૂકી ગયો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સિરીઝમાં શ્રેયસ ઐયર ખભાના ભાગે ઇજા થવાથી બહાર થયો હતો. ત્યારબાદ ઘણા સમય સુધી ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નહોતું.

આ ઉપરાંત શ્રેયસ ઐયર પાસેથી દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ પણ છીનવી લેવામાં આવી હતી. ત્યારબાદ રિષભ પંતને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. શ્રેયસ ઐયરને ત્યાર પછી કેપ્ટનશીપ કરવાનો અનુભવ થયો નથી. પરંતુ કેએલ રાહુલ કરતા શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ વધારે સારી હતી. ઐયરે આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સને ફાઇનલમાં પહોંચાડયું હતું.

શ્રેયસ ઐયર ભારતીય ટીમમાં રોહિત શર્મા પછી કેપ્ટન બની શકે તેવો સક્ષમ ખેલાડી હતો. પરંતુ ઘણા લાંબા સમય સુધી શ્રેયસ ઐયર ટીમમાંથી બહાર રહેવાને કારણે તેની કારકિર્દી પર બ્રેક લાગી હોય તેવું લાગી રહ્યું છે. ઘણો લાંબો સંઘર્ષ કર્યા પછી પણ આ ખેલાડી ફિટનેસની સમસ્યાને કારણે પોતાની કારકિર્દીમાં પાછળ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *