આ ઘાતક ખેલાડી અટકવાનું નામ જ નથી લઇ રહ્યો, જલ્દી થશે ટીમ ઇન્ડિયામાં વાપસી…
ભારતે તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં 1-0 થી વિજય મેળવ્યો હતો. ત્યારબાદ ભારતીય ટીમ હવે સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાની છે. તે માટે ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. ટીમ ઇન્ડિયાને આવતા વર્ષે ઓસ્ટ્રેલિયા ટી 20 વર્લ્ડ કપ અને 2023માં વન-ડે વર્લ્ડકપ રમવાનો છે. આ વર્લ્ડકપની પૂર્વતૈયારી રૂપે અન્ય દેશો સાથે સિરીઝ રમાશે.
આવતા વર્ષે યોજાનારા વર્લ્ડ કપ પહેલા ઘણા યુવા ખેલાડીઓને ભારતીય ટીમમાં તક આપવામાં આવશે. ઘણા યુવા ખેલાડીઓ વિજય હજારે ટ્રોફી 2021માં દબદબો બતાવી રહ્યા છે. આ ઉપરાંત આઇપીએલમાંથી પણ ઘણા બધા ખેલાડીઓની પસંદગી થઇ શકે છે. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ 26 ડિસેમ્બરના રોજ શરૂ થશે.
હાલમાં રમાયેલી મેચોમાં સૌથી વધારે ધ્યાન ખેંચ્યું હોય તો તે ખેલાડીનું નામ ઋતુરાજ ગાયકવાડ છે. ઋતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફીમાં સતત બીજી સદી ફટકારી છે. છત્તીસગઢને 8 વિકેટે હરાવવામાં ઋતુરાજ ગાયકવાડે મહત્વનું યોગદાન આપ્યું હતું. છેલ્લા ઘણા સમયથી ઋતુરાજ ગાયકવાડનું પ્રદર્શન ઉચ્ચસ્તરીય જોવા મળી રહ્યું છે.
મહારાષ્ટ્રના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે મધ્યપ્રદેશ સામેની છેલ્લી મેચમાં 136 રન બનાવ્યા હતા. આ વખતે તે 154 બોલમાં 143 રન બનાવીને અણનમ રહ્યો હતો. આવા પ્રદર્શનના કારણે સાઉથ આફ્રિકા સામેની વન ડે સિરીઝમાં તેને સ્થાન મળી શકે છે. ઋતુરાજ ગાયકવાડ લાંબી ઇનિંગ્સ રમવા માટે અને લાંબા છગ્ગા ફટકારવા માટે જાણીતો છે.
ઋતુરાજ ગાયકવાડે આ વર્ષે શ્રીલંકા સામેની સિરીઝમાં ભારતીય ટીમમાં પ્રવેશ કર્યો હતો. શ્રીલંકા સામેની 2 મેચમાં તે 35 રન જ બનાવી શક્યો હતો. પરંતુ ત્યાર પછી તેનું બેટ સતત આગ લગાવી રહ્યું છે. ટીમ ઇન્ડિયામાં વાપસી કરવા માટે તે ખૂબ જ મહેનત કરી રહ્યો છે. આવતા વર્ષે ટી 20 વર્લ્ડકપ રમાવાનો હોવાથી પસંદગીકારોની નજર તેના પર રહેશે.
આઇપીએલ 2021માં ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી રમતા ગાયકવાડે તબાહી મચાવી હતી. તેણે 16 મેચમાં 45.35ની એવરેજ અને 136.26ની સ્ટ્રાઇક રેટથી 635 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે તેની કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. સમગ્ર આઇપીએલ દરમિયાન ચેન્નઇ સુપરકિંગ્સને ટ્રોફી અપાવવામાં અગત્યનો ફાળો હતો. રન મશીન તરીકે ઓળખાતો આ ખેલાડી ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે.