આ ઘાતક ખેલાડી વન-ડેમાં રમવાને લાયક નથી, પસંદગીકારોએ એક ઝડકે કર્યો ટીમ ઇન્ડિયામાંથી બહાર…
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે અને ત્રણ મેચોની ટી-20 સિરીઝ 6 ફેબ્રુઆરીથી શરૂ થવા જઇ રહી છે. જેને લઇને બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ઘણા બધા યુવા ખેલાડીઓની ટીમ ઇન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માની વાપસી થઇ છે. તેની સાથે જ ભારતીય ટીમમાં ઘણા બધા ફેરફારો જોવા મળ્યા છે. આફ્રિકા સામેની સિરીઝમાં ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને ઘણા બધા યુવા ફાસ્ટ બોલરોને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટીમ ઇન્ડિયામાં એક ખેલાડી એવો હતો જેણે આફ્રિકા પ્રવાસે ખરાબ પ્રદર્શન કર્યું હતું. તેને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે.
આ ખેલાડી બીજું કોઇ નહીં પરંતુ વેંકટેશ ઐયર છે. વેંકટેશ ઐયરને આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં તક આપવામાં આવી હતી. પરંતુ તે આ તકનો લાભ ઉઠાવી શક્યો નહીં. જેના કારણે તેને વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. જો કે તેને વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સિરીઝમાં સામેલ કરવામાં આવ્યો છે.
વેંકટેશ ઐયરને વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં સ્થાન આપવામાં આવ્યું નથી. પરંતુ ટી-20 સિરીઝમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે તે હજુ વન-ડે ક્રિકેટ રમવાને લાયક નથી. તેણે હજુ સુધી 10 આઇપીએલ મેચો રમી છે. તેને જોઇને તેને ઇન્ટરનેશનલ લેવલ પર રમવાની તક આપવામાં આવી હતી. આઇપીએલના પ્રદર્શનને જોતાં તેને માત્ર ટી20 ક્રિકેટમાં જ તક આપવી જોઇએ. વનડે ક્રિકેટ અલગ જ ફોર્મેટ છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં તેના સ્થાને દિપક ચહરને તક આપવામાં આવી છે. દિપક ચહરે આફ્રિકા સામેની છેલ્લી વન-ડે મેચમાં 34 બોલમાં 54 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી અને તેની સાથે તેને શાનદાર બોલિંગ પણ કરી હતી. ટીમ ઇન્ડિયાને વેંકટેશ ઐયરની જગ્યાએ દિપક ચહર જેવો ખતરનાક ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર મળ્યો છે.