ટીમ ઇન્ડિયામાં પ્રવેશવા માટે તડપી રહ્યો છે આ ઘાતક ખેલાડી, જલ્દી મળી શકે છે સ્થાન…

ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. ત્રણ મેચોની આ ટેસ્ટ સીરીઝમાં પ્રથમ ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરના રોજ શરુ થઇ હતી. પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગમાં ભારતે 327 રન બનાવ્યા હતા. તેની સામે સાઉથ આફ્રિકા 197 રનમાં ઓલઆઉટ થઇ હતી. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર જોવા મળી રહ્યું છે.

આફ્રિકા સામેની ત્રણ ટેસ્ટ મેચો પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી ત્રણ વન-ડે મેચનો પ્રારંભ થશે. આફ્રિકા સામેની વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની પસંદગી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવશે. ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને ટીમમાંથી બહાર રાખવામાં આવશે.

ભારતીય ટીમમાં સ્થાન મેળવવા દરેક ખેલાડી મહેનત કરતા હોય છે. સ્થાન મળ્યા પછી પણ તેને ટકાવી રાખવું ખૂબ મુશ્કેલ હોય છે. આવી પરિસ્થિતિમાં આજે આપણે એક એવા ખેલાડીની વાત કરીએ જે ભારતીય ટીમ માટે એક સમયમાં મજબૂત ખેલાડી ગણાતો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી તેને ટીમમાં સ્થાન મળ્યું નથી.

તમને જણાવી દઇએ કે આ ખેલાડી શિખર ધવન છે. શિખર ધવન ભારતીય ટીમમાં રોહિત શર્માની સાથે ઓપનિંગ કરતો હતો. શિખર ધવને ભારતીય ટીમ માટે વનડે ફોર્મેટમાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધીમાં 142 મેચોમાં 6105 રન બનાવીને ભારતીય ટીમને ઘણી મેચો જિતાડી છે. શિખર ધવન ઘણી મેચોમાં મેન ઓફ ધ મેચ પણ બની ચૂક્યો છે.

શિખર ધવન આગામી પ્રવાસને ધ્યાનમાં રાખીને મેદાનમાં પરસેવો પાડી રહ્યો છે. તે જાણે છે કે સાઉથ આફ્રિકા પ્રવાસ પર વન-ડે સિરીઝમાં તેને તક મળી શકે છે. આ ઉપરાંત તેણે પ્રેક્ટિસ સેશન દરમિયાન બેટિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. આ વીડિયોમાં તે જોરદાર શોટ મારતો દેખાય છે.

તમને જણાવી દઇએ કે શિખર ધવનનો આ વિડીયો તેના ફેન્સ દ્વારા ખૂબ શેર કરવામાં આવ્યો હતો. આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં આ ખેલાડીઓને સ્થાન આપવામાં આવે તો સફળ સાબિત થઇ શકે છે. આફ્રિકા સામે ચાર ટી 20 મેચો પણ રમાવાની હતી. પરંતુ કોરોના વાયરસના કારણે તે રદ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *