ટીમ ઇન્ડિયા માટે બોજ બન્યો આ ઘાતક ખેલાડી! હવે નહીં મળે ટીમ ઇન્ડિયામાં સ્થાન…

સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમને મળેલી કારમી હાર બાદ ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની વન-ડે સિરિઝની પ્રથમ મેચ 6 ફેબ્રુઆરીના રોજ રમશે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ ત્રણ મેચોની ટી-20 સિરીઝ પણ રમવાની છે. આ બંને સિરીઝ માટે બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામેની હાર ભૂલીને નવી શરૂઆત કરવા ઈચ્છે છે. આવી સ્થિતિમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં ભારતીય ટીમ એક મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરશે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા આ સિરીઝમાં કોઈ કસર છોડવાનું પસંદ કરશે નહીં. રોહિત શર્મા પણ પોતાની વાપસીની સાથે ફોર્મ પરત લાવવા ઈચ્છે છે.

સાઉથ આફ્રિકા સિરીઝ દરમિયાન ભારતીય ટીમને મિડલ ઓર્ડરની નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં આ ઘાતક ખેલાડીને બહારનો રસ્તો બતાવી શકે છે. આ ઘાતક ખેલાડી ટીમ ઇન્ડિયા માટે નબળાઈ બની ગયો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં રોહિત શર્મા ટીમ ઇન્ડિયા પર બોજ બની ગયેલા શ્રેયસ ઐયરને બહારનો રસ્તો બતાવી શકે છે. શ્રેયસ ઐયર ખૂબ જ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. તેના બેટમાંથી નીકળી રહ્યા નથી. તે ક્રિઝ પર ટકી શકતો નથી. પસંદગીકારોએ ઐયરને ઘણી તકો આપી પરંતુ તે સફળ સાબિત થઇ શક્યો નહીં.

સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન ભારતીય મિડલ ઓર્ડર ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ સાબિત થયો હતો. તેમાં સૌથી મોટો ગુનેગાર શ્રેયસ ઐયર રહ્યો હતો. ભારતની મિડલ ઓર્ડરની અસમર્થતાને કારણે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં તેને બહાર કરવામાં આવી શકે છે, જેના કારણે તેની કારકિર્દી પર પણ પાવર બ્રેક લાગી શકે છે.

ભારતીય ટીમે ત્રણ વખત વર્લ્ડકપ જીત્યો છે, આ દરમિયાન ભારતીય ટીમનો મિડલ ઓર્ડર હંમેશા મજબૂત રહ્યો હતો. મહેન્દ્રસિંહ ધોની, સુરેશ રૈના અને યુવરાજ સિંહ જેવા ખેલાડીઓ ભારતીય ટીમમાં હતા. પરંતુ હાલમાં શ્રેયસ ઐયર જેવા ખેલાડીઓ જાદુ બતાવી શકતા નથી. આવી સ્થિતિમાં તેના સ્થાને યુવા ખેલાડી સુર્યકુમાર યાદવને તક આપી શકે છે. આ યુવા ખેલાડીને સ્થાન આપવાથી ભારતીય મિડલ ઓર્ડરની સમસ્યાનો અંત આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *