આ ઘાતક ખેલાડીએ કર્યું એલાન, હું ભારતને ભારતમાં જ હરાવીશ…

હાલમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે એશિઝ સિરીઝ રમાઇ રહી છે. આ ટેસ્ટ સિરીઝમાં કુલ પાંચ ટેસ્ટ મેચ રમાવાની છે. પ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ નવ વિકેટે જીતી હતી. ત્યારબાદ બીજી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ 275 રનથી જીતી હતી અને ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ એક ઇનિંગ અને 14 રનથી ઇંગ્લેન્ડ સામે ભવ્ય વિજય મેળવ્યો છે.

ઓસ્ટ્રેલિયાએ ત્રણેય ટેસ્ટ મેચમાં વિજય મેળવ્યો છે. 12 દિવસમાં ઓસ્ટ્રેલિયાએ એશિઝ શ્રેણી સિરીઝમાં 3-0ની લીડ નોંધાવી છે. ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ઇંગ્લેન્ડ સામે જબરદસ્ત વિજય મેળવ્યો છે. ઇંગ્લેન્ડ સામે જીત મેળવ્યા બાદ એક ખેલાડીનું નિવેદન સામે આવ્યું છે.

35 વર્ષના દિગ્ગજ ખેલાડી વોર્નરે જણાવ્યું કે ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં અમે જીત મેળવી છે પરંતુ હજી કામ પૂર્ણ થયું નથી. અમે હજુ સુધી ભારતમાં ભારતને હરાવી શક્યા નથી. અમે આ કામ કરવા માંગીએ છીએ. આ વર્ષે ટી 20 વર્લ્ડ કપમાં વોર્નર પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો હતો અને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત આ ખિતાબ જીત્યો હતો.

ઓસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વોર્નર ઇંગ્લેન્ડમાં 2023 ની એશિઝ સિરીઝ જીતવા અને ટેસ્ટ ક્રિકેટ છોડતા પહેલા ભારતને તેની ધરતી પર હરાવવા માંગે છે. તેનું એક કામ પૂર્ણ થયું પરંતુ ભારતને હજુ સુધી હરાવી શક્યો નથી. આ સિરીઝ પૂર્ણ થતા તે 37 વર્ષનો થઇ જશે પરંતુ ઉંમર તેના માટે માત્ર એક આંકડો છે.

વોર્નરે વધુમાં જણાવ્યું કે જેમ્સ એન્ડરસનને મોટી ઉંમરના ખેલાડીઓ માટે માપદંડ નક્કી કર્યા છે. પરંતુ હું મારી ટીમ માટે રન બનાવવાની કોઇ તક છોડવા માંગતો નથી. હું અત્યારે સારા ફોર્મમાં છું. નવા વર્ષમાં મોટી ઇનિંગ્સની રાહ જોઇ રહ્યો છું. અત્યાર સુધીમાં વોર્નરનો ઇંગ્લેન્ડ અને ભારતીય પ્રવાસ પર રેકોર્ડ ખરાબ રહ્યો છે.

ડેવિડ વોર્નર ભારતીય સામેના પ્રવાસની રાહ જોઇ રહ્યો છે. વોર્નરની ઉંમર વધી ગઇ છે પરંતુ તે હાલમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો હોવાથી તેણે આવું નિવેદન આપ્યું છે. ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજ ખેલાડીએ ભારતમાં જ ભારતને હરાવવાની ચેતવણી આપી છે. હવે જોવાનું એ રહે છે કે આવતા વર્ષે ઓસ્ટ્રેલિયા અને ભારતની સિરીઝ યોજાશે કે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *