આ ઘાતક ખેલાડીએ તોડ્યો રોહિત શર્માનો ભરોસો, હવે નહીં મળે ટીમ ઇન્ડિયામાં સ્થાન…

ટી-20 વર્લ્ડકપ અને સાઉથ આફ્રિકા પ્રવાસમાં મળેલી કારમી હાર બાદ ભારતીય ટીમ એક પણ મેચ હાર્યું નથી. હાલમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે રમાઇ રહી છે. જેમાં ભારતીય ટીમે પ્રથમ મેચમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. ભારતીય ટીમ બીજી મેચ જીતીને સમગ્ર સિરીઝ પર વિજય હાંસલ કરવા પ્રયત્ન કરશે.

દર વર્ષે ભારતીય ટીમમાં ડોમેસ્ટિક ક્રિકેટ અને આઇપીએલમાંથી ઘણા ખેલાડીઓનો પ્રવેશ થતો હોય છે. આ ઉપરાંત ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓ બહાર થતા હોય છે. ભારતીય ટીમમાં છેલ્લા ઘણા સમયથી ખેલાડીઓમાં સ્પર્ધા વધી રહી છે. પ્લેઇંગ ઇલેવન ઉપરાંત સારી કુશળતા ધરાવતા ખેલાડીઓ બહાર જોવા મળી રહ્યા છે.

રોહિત શર્માને ભારતીય ટીમની કેપ્ટનશીપ મળ્યા બાદ તેણે ટીમમાં ઘણાં ફેરફારો કર્યા છે. રોહિત શર્માએ આ ઘાતક ખેલાડી પર વિશ્વાસ મૂકીને તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યો હતો. પરંતુ તેણે હાલમાં રોહિત શર્માનો વિશ્વાસ તોડ્યો છે. આ ઉપરાંત તે ટીમમાંથી બહાર પણ થઇ શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રોહિત શર્માએ ઇશાન કિશનને સ્થાન આપ્યું હતું. પરંતુ તે આ તકનો લાભ ઉઠાવી શક્યો નહીં. પ્રથમ ટી-20 મેચમાં ઇશાને 42 બોલમાં 35 રન બનાવ્યા હતા. ટૂંકા ફોર્મેટમાં આવી રીતે ધીમી ઇનીંગ રમતા મેનેજમેન્ટ ટીમ પણ મુશ્કેલીમાં જોવા મળી હતી.

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઇશાન કિશન પર વિશ્વાસ મૂક્યો હતો. તે મોટી ઇનિંગ રમે તેવી કેપ્ટનની ઇચ્છા હતી. પરંતુ ઇશાન કિશને વધારે બોલમાં ઓછા રન બનાવીને વિશ્વાસ તોડ્યો છે. રોહિત શર્માનો વિશ્વાસ તોડવાને બદલે તેને ટીમમાંથી બહાર થવું પડી શકે છે અને આગામી સિરીઝમાં પણ તેને ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ થઇ શકે છે.

હાલમાં રમાઇ રહેલી વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સિરીઝની બીજી ટી-20 મેચમાં ઇશાન કિશનના સ્થાને ઋતુરાજ ગાયકવાડને તક મળી શકે છે. આ ખેલાડી પણ હાલમાં સારા ફોર્મમાં ચાલી રહ્યો છે અને મોટી ઇનિંગ્સ રમવા માટે જાણીતો છે. તે ચોગ્ગા-છગ્ગા મારીને રનની ગતિ વધારવામાં માહેર છે. આ ઉપરાંત તે ઇશાન કિશનની જગ્યાએ કાયમી સ્થાન બનાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *