આ ઘાતક ખેલાડી બન્યો IPL ઇતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી, હરાજીમાં મળ્યો 50 ગણો ભાવ…

આઇપીએલ 2022 પહેલા બેંગલોર ખાતે ભવ્ય મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા ઓક્શન દરમિયાન ઘણા ખેલાડીઓ માલામાલ થયા છે. મેગા ઓક્શનનો પ્રથમ દિવસ પૂર્ણ થયો છે. ઘણા ખેલાડીઓ પર મોટી બોલી લગાવીને ટીમો દ્વારા ખરીદવામાં આવ્યા છે. દરેક ટીમો પોતાના મનપસંદ ખેલાડીઓ પર મોટી બોલી લગાવી રહ્યા છે.

મેગા ઓક્શનના પ્રથમ દિવસે ઘણા ખેલાડીઓના નસીબ ચમકયા છે. આ ઉપરાંત ઘણા ખેલાડીઓને નિરાશા હાથ લાગી છે. તાજેતરમાં સારા ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થઇ રહ્યો છે. આ ઘાતક ખેલાડીને બેઝ કિંમત કરતાં 50 ગણી વધારે કિંમતમાં ખરીદવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે ઘરેલુ ક્રિકેટમાં મધ્યપ્રદેશ તરફથી રમનાર આવેશ ખાનને લોટરી લાગી છે. 20 લાખની બેઝ પ્રાઇઝ વાળા ખેલાડીને 50 ગણી વધારે કિંમત પર ખરીદવામાં આવ્યો છે. આવેશ ખાનને લખનઉ સુપર જાયન્ટ્સ દ્વારા 10 કરોડની કિંમતના ખરીદવામાં આવ્યો છે. આ ખેલાડી છેલ્લા ઘણા સમયથી સારા ફોર્મમાં ચાલી રહ્યો છે.

આવેશ ખાન આઇપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બન્યો છે. આવેશ ખાનને અત્યાર સુધી ભારત માટે ત્રણેય ફોર્મેટમાંથી એક પણ ફોર્મેટમાં ડેબ્યૂ કરવાની તક મળી નથી. આવેશ ખાન પહેલા સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી કૃષ્ણપ્પા ગૌતમને ચેન્નઇ સુપરકિંગ્સે 9.25 કરોડમાં ખરીદ્યો હતો. તેમ છતાં પણ તેને ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરવાની તક મળી નહીં.

આવેશ ખાન 2018થી દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યો હતો. ગત સિઝનમાં તેને 70 લાખ રૂપિયા મળ્યા હતા. આ વખતે આ ખેલાડી કરોડપતિ બની ગયો છે. આ ફાસ્ટ બોલર પર ઓક્શનમાં પ્રથમ બોલી ચેન્નઇ સુપરકિંગ્સે લગાવી હતી. પરંતુ અંતે લખનઉને આ ખેલાડી મળ્યો હતો. ચેન્નઇ સુપરકિંગ્સ અને લખનઉ વચ્ચે આ ખેલાડી પર મોટી જંગ થઇ હતી.

આવેશ ખાનને વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચની વન-ડે સિરિઝ માટે ટીમ ઇન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નહીં. આ ઉપરાંત 16 ફેબ્રુઆરીથી શરૂ થતી ટી-20 સિરીઝમાં પણ તેની પસંદગી થઇ છે. આ સિરીઝમાં તેને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. આ ખેલાડી સારું પ્રદર્શન કરીને કાયમી જગ્યા પણ બનાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *