ટીમ ઇન્ડિયા માટે માથાનો દુખાવો બન્યો આ ઘાતક ખેલાડી! બીજી વન-ડેમાંથી થશે બહાર…
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચોની ટેસ્ટ સિરીઝ પૂર્ણ થયા બાદ ત્રણ મેચોની વનડે રમાઇ રહી છે. એવી આશા હતી કે ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ ભારતીય ટીમ ધમાકેદાર શરૂઆત કરશે. પરંતુ ટીમ ઇન્ડિયાને પ્રથમ વનડે મેચમાં સાઉથ આફ્રિકા સામે 31 રને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમ બેટિંગ અને બોલિંગમાં નિષ્ફળ સાબિત થઇ છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા આફ્રિકા પ્રવાસ પહેલા જ ઇજાગ્રસ્ત થયો હોવાને કારણે આ સિરીઝમાં કેપ્ટન તરીકે કેએલ રાહુલ જવાબદારી નિભાવી રહ્યો છે અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. આગામી વર્લ્ડકપની પૂર્વતૈયારી રૂપે ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં સામેલ કરવામાં આવ્યા છે.
ભારતીય ટીમને આફ્રિકા સામેની પ્રથમ વનડે મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરી હતી. આફ્રિકાના બેટ્સમેનોએ 296 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 50 ઓવરમાં 265 રન જ કરી શકી. આ હાર માટે ભારતીય ટીમની બોલિંગ અને બેટિંગ બંને જવાબદાર છે.
પ્રથમ મેચમાં ઘણા ખેલાડીઓનું પ્રદર્શન ખરાબ જોવા મળ્યું હતું. તેના કારણે ભારતને પ્રથમ મેચમાં જ હાર મળી હતી. આ ખેલાડી ભારત માટે વિલન સાબિત થયો છે. તમને જણાવી દઈએ કે ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત આફ્રિકા સામેની પ્રથમ વનડે મેચમાં કંઇ ખાસ કમાલ કરી શક્યો ન હતો.
ભારતીય ટીમ જીત તરફ આગળ વધી રહી હતી. વિરાટ કોહલી અને શિખર ધવને શાનદાર અડધી સદી ફટકારીને ટીમને જીતના કિનારે પહોંચાડી હતી. પરંતુ ભારતીય ટીમનો મિડલ ઓર્ડર ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો. વિરાટ કોહલી અને શિખર ધવન આઉટ થયા બાદ તમામ જવાબદારી રિષભ પંત પર હતી. પરંતુ તે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો હતો.
આફ્રિકા સામેની પ્રથમ વનડે મેચ માટે તેણે 22 બોલમાં 16 રન બનાવ્યા હતા. તેણે ખૂબ જ ધીમી બેટિંગ કરી હતી. મેચની જવાબદારી તેના પર ટકેલી હતી. પરંતુ તે ખૂબ જ ઓછા રન બનાવીને આઉટ થયો હતો. આવી સ્થિતિમાં રિષભ પંતના સ્થાને ઇશાન કિશનને તક આપવામાં આવી શકે છે. ઇશાન કિશન ઘણા સમયથી ટીમ ઇન્ડિયામાં પ્રવેશવા માટે રાહ જોઇ રહ્યો છે.