CSKના આ ઘાતક ખેલાડીએ અચાનક જ લીધી નિવૃત્તિ, હવે નહીં રમે ટેસ્ટ ક્રિકેટ…
ક્રિકેટના મેદાન પર વિરાટ કોહલીના સૌથી મોટા દુશ્મને અચાનક નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર મોઇન અલીએ ટેસ્ટ ક્રિકેટ માંથી નિવૃત્તિ લઈને ચાહકોને ચોંકાવી દીધા છે.
મોઇન અલી હવે ટેસ્ટ ક્રિકેટને છોડીને વનડે અને ટી20 ક્રિકેટ પર ફોકસ કરવામાં માંગે છે. મોઇન અલીએ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ ભારત સામે 2 થી 6 સપ્ટેમ્બર 2021ની વચ્ચે ઓવલના મેદાન પર રમી હતી. જે બાદ મોઇન અલીએ નિર્ણય કર્યો છે કે તે હવે સફેદ કપડામાં ક્રિકેટ નહીં રમે.
34 વર્ષીય મોઇન અલી પોતાના વનડે અને ટી20 કરિયરને લંબાવવા માંગે છે. તેથી તેણે ટેસ્ટ ક્રિકેટને છોડવાનો નિર્ણય કરી લીધો છે. તેણે અત્યાર સુધીમાં 64 ટેસ્ટ મેચો રમી છે. મોઇન અલી હાલ આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ માટે રમી રહ્યો છે.
કોહલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વાર આઉટ કરનારા સ્પીનરમાં મોઇન અલીનું નામ ટોપ પર છે. તેણે અત્યાર સુધીમાં કોહલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દસ વાર આઉટ કર્યો છે. ત્યારબાદ બીજા નંબરે ઇંગ્લેન્ડના જ આદિલ રાશિદનું નામ આવે છે. તેણે અત્યાર સુધીમાં કોહલીને નવ વાર આઉટ કર્યો છે.
મોઇન અલી આ વર્ષ ઓસ્ટ્રેલિયા સામે ડિસેમ્બરમાં શરૂ થઇ રહેલી એશેઝ સીરીઝમાં ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમનું મોટું હથિયાર માનવામાં આવી રહ્યું હતું. પરંતુ તેણે નિવૃત્તિ અંગેની જાહેરાત કરી ચાહકોને પણ ચોંકાવી દીધા છે. મોઇન અલી હવે ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ તરફથી માત્ર વનડે અને ટી20 ક્રિકેટ જ રમશે.
મોઇન અલીને ઓસ્ટ્રેલિયા સામેની એશેઝ સીરીઝમાં ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમનું મોટું હથિયાર માનવામાં આવી રહ્યું હતું. પરંતુ મોઇન અલી છેલ્લા ઘણા સમયથી ટીમની અંદર બહાર થઈ રહ્યો હતો. અંતે તેણે ટેસ્ટ ક્રિકેટ છોડવાનો નિર્ણય કર્યો છે. તેણે પોતાનું ટેસ્ટ ડેબ્યૂ શ્રીલંકા સામે 2014માં લૉર્ડ્સના ઐતિહાસિક મેદાન પર કર્યું હતું.
મોઇન અલીએ ઇંગ્લેન્ડ તરફથી 64 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન 111 ઇનિંગમાં મોઇન અલીએ 28.29 ની એવરેજથી 2914 રન બનાવ્યા છે. જેમાં 5 સદી અને 14 ફિફ્ટી સામેલ છે. આ ઉપરાંત તેણે 36.66ની એવરેજથી કુલ 195 વિકેટો પણ ઝડપી છે. મોઇન 13 વાર ચાર અને 5 વાર પાંચ વિકેટો લઇ ચૂક્યો છે.