આ ઘાતક બોલરે ટી 20 વર્લ્ડકપના બીજા જ દિવસે 4 બોલમાં 4 વિકેટ લઇ રચ્યો ઇતિહાસ…

ટી 20 વર્લ્ડકપ 2021 ની ત્રીજી મેચ આયર્લેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં આયર્લેન્ડે નેધરલેન્ડને 7 વિકેટથી હરાવ્યું હતું. ટી 20 વર્લ્ડકપમાં આયર્લેન્ડનો આ ચોથો વિજય છે. આયર્લેન્ડના ફાસ્ટ બોલર કેમ્ફરે આ મેચમાં અનોખો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો.

આયર્લેન્ડના ફાસ્ટ બોલર કેમ્ફરે દસમી ઓવરમાં સતત 4 બોલમાં 4 વિકેટ લઇ આવી સિદ્ધિ મેળવનારો દુનિયાનો ત્રીજો બોલર બન્યો છે. આ પહેલા શ્રીલંકાના લસિથ મલિંગાએ ટી 20 અને વન-ડેમાં આ કારનામું કરી બતાવ્યું હતું.

આ ઉપરાંત અફઘાનિસ્તાનના રાશીદ ખાને ટી 20 માં 4 બોલમાં 4 વિકેટ લીધી હતી. ત્યારબાદ હવે આયર્લેન્ડના ફાસ્ટ બોલર કેમ્ફરે નેધરલેન્ડ સામેની મેચમાં 4 બોલમાં 4 વિકેટ લઇ આવું કારનામું કરનારો ત્રીજો બોલર બની ગયો છે. વર્ષ 2007માં બ્રેટ લીએ ત્રણ બોલમાં ત્રણ વિકેટ લીધી હતી.

કેમ્ફર ટી 20માં હેટ્રિક લેનારો આયર્લેન્ડનો પ્રથમ બોલર બન્યો છે. પહેલા બેટિંગ કરતા નેધરલેન્ડે 106 રન બનાવ્યા હતા. નેધરલેન્ડની ટીમના પાંચ બેટ્સમેન શૂન્ય પર જ આઉટ થઈ ગયા હતા. ટી 20 ઇન્ટરનેશનલમાં આવું પ્રથમવાર બન્યું છે.

મેન ઓફ ધ મેચ કેમ્ફરે ચાર વિકેટ અને માર્ક અડાયરે ત્રણ વિકેટ લીધી હતી. આયર્લેન્ડની ટીમે 16 મી ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું. પોલ સ્ટર્લિંગે 30 અને ડેલનીએ 44 રન બનાવ્યા હતા.

લસિથ મલિંગા, બ્રેટ લી, રાશિદ ખાન જેવા સ્ટાર બોલારોએ ઘણા બધા રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેમાંના એક રેકોર્ડની બરાબરી ગઈકાલની મેચમાં આયર્લેન્ડના ફાસ્ટ બોલર કેમ્ફરે કરી હતી. તેણે 4 બોલમાં 4 વિકેટ લઈને લસિથ મલિંગા, રાશિદ ખાનના રેકોર્ડની બરાબરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *